બનાસકાંઠા ડ્રગ્સની હેરાફેરી માટે એપી સેન્ટર! : 10 મહિનામાં 43 કેસમાં 84 આરોપી ઝડપાયા

Share

ભારતમાં ડ્રગ્સનું પ્રોડક્શન, સેલ, ખરીદી, ટ્રાન્સપોર્ટ, સ્ટોર અને કન્ઝમ્પ્શન NDPS એક્ટ અંતર્ગત પ્રતિબંધિત છે. આ કાયદામાં ગાંજાની ખરીદીથી લઈને ઉપયોગ સુધી પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ શહેરી વિસ્તારથી લઈ ગ્રામીણ વિસ્તાર સુધી ડ્રગ્સની બદીનું દુષણ વ્યાપ્યું છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

જેને રોકવા માટે પોલીસ પણ સક્રિય છે, પરંતુ હજુ પણ અનેક ડ્રગ્સ પેડલર મુંબઈથી ડ્રગ્સ લઇ બનાસકાંઠાના રસ્તેથી રાજસ્થાન પહોંચે છે. જ્યાં ત્યાંથી ભેળસેળ કરી ગુજરાતના ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. જે નેટવર્ક તોડવા માટે બનાસકાંઠા પોલીસે કમર કસી છે.

 

[google_ad]

સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડ્રગ્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજસ્થાન સરહદેથી ડ્રગ્સ ગુજરાતમાં ધૂસાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાં આ વર્ષે અત્યાર સુધી કુલ 43 કેસ NDPS એક્ટ હેઠળ નોંધાયા છે. જેમાં મેફેડ્રોન અને ગાંજાના કેસનું પ્રમાણ વધુ છે. વધતા જતાં મેફેડ્રોન ડ્રગ્સના કારણે યુવાનો બરબાદ થઈ રહ્યા છે. પોલીસે આ ડ્રગ્સનું રેકેટ તોડવા માટે કામગીરી કરી અનેક ડ્રગ્સ પેલડરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

બનાસકાંઠામાંથી ઝડપાતા ડ્રગ્સની લઈને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા નવી મોડસ ઓપરેન્ડી(MO) સામે આવી છે. મોટાભાગે મેટ્રો સિટીમાંથી જ ગ્રામીણ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય છે, પરંતુ મુંબઈથી ડ્રગ્સ પેડલર રાજસ્થાન જાય છે. ત્યાં ઓરીઝનલ ડ્રગ્સમાં ભેળસેળ કરી તેનું પ્રમાણ વધારી ગુજરાતમાં વેચાણ કરે છે.

પ્રતીકાત્મક તસ્વીર

[google_ad]

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓએ નવી બાબતો જાણવા મળી છે. ગુજરાતમાં આવતા ડ્રગ્સનું કનેક્શન મુંબઈથી રાજસ્થાન અને તે બાદ ગુજરાતમાં ડ્રગ્સ વેચાણ અર્થે આવે છે. બનાસકાંઠા પોલીસની સક્રિયતાથી ગત વર્ષની સરખામણી આ વર્ષે બમણાં કેસ ડ્રગ્સ હેરાફેરીમાં થયા છે.

પ્રતીકાત્મક તસ્વીર

 

[google_ad]

આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વાડા તરૂણ દુગ્ગલે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં 43 જેટલા NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યાં છે. જે ગત વર્ષની સરખામણીમાં બમણા છે. 2020માં 25 કેસ થયા હતા. જ્યારે 2019માં 13 થયા હતા. આ વર્ષે નોંધાયેલા 43 કેસમાંથી 6 કેસ MD ડ્રગ્સના કેસ છે. ચાલુ વર્ષે એટલે કે, 2021માં જિલ્લામાંથી 43 કેસમાં કુલ રુપિયા 1 કરોડ 55 લાખ 41 હજારનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જેમાં કુલ 84 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

File Photo

[google_ad]

ભારતમાં પ્રથમ ગાંજાનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થઈ શકતો હતો પરંતુ 1985 પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારે 1985માં નાર્કોટિક ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) એક્ટ પસાર કર્યો. તેના અંતર્ગત નાર્કોટિક અને સાઈકોટ્રોપિક પદાર્થથી પ્રોડક્શન/ખેતી, વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટ, સ્ટોર અને કન્ઝમ્પ્શનને પ્રતિબંધિત કર્યા.

 

[google_ad]

NDPS એક્ટમાં ભાંગના છોડના અલગ-અલગ ભાગોનાં ઉપયોગને કાયદેસર અને ગેરકાયદે ઘોષિત કરવામાં આવ્યા. કાયદામાં છોડના ફૂલને ગાંજા તરીકે પરિભાષિત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ એક અપરાધ છે. આ જ કારણથી ગાંજાનો ઉપયોગ પણ ગેરકાયદેસર છે. કાયદાના ઉલ્લંઘન અંગે સજા અને દંડ બંનેની જોગવાઈ છે. 1 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને 10 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે.

 

 

From – Banaskantha Update


Share