ભાટસણ નજીક જીપડાલાના અડફેટથી 8 વર્ષની બાળકીનું કરુણ મોત

Share

બનાસકાંઠામાં ડીસા પાટણ હાઈવે પર આવેલ ભાટસણ ગામ નજીક શનિવારે જીપડાલાની અડફેટે આવી જતાં 8 વર્ષિય બાળકીનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું. જોકે, આ અકસ્માત બાદ ફરાર થવા જતાં જીપડાલા ચાલકને લોકોએ પકડીને પોલીસના હવાલે કર્યો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા પાટણ હાઇવે પર આવેલ ભાટસણ ગામ નજીક જીપડાલાની અડફેટે આવી જતાં એક બાળકીનું મોત નિપજ્યું હતું. શનિવારે બપોરના સમયે દીશા તેજમલસિંહ જાદવ નામની 8 વર્ષિય બાળકી રોડની સાઈડમાં ચાલી રહી હતી.

[google_ad]

તે સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી જીપડાલાના ચાલકે તેને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. ગાડીની ધડાકાભેર ટક્કર વાગતાં બાળકી રોડ પર પટકાતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

[google_ad]

આ બનાવને પગલે આજુબાજુના લોકોને અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ ગાડી ચાલક ફરાર થવા જતાં લોકોએ તેને પકડીને પોલીસના હવાલે કર્યો હતો અને ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share