દાંતાના મહોબતગઢમાં શ્વાનનો આતંક : 4 વર્ષની બાળકી પર હુમલો કરતાં ચકચાર

Share

 

દાંતા તાલુકાના મહોબતગઢમાં શનિવારે રખડતાં શ્વાને રમી રહેલી 4 વર્ષની બાળકી પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જેમાં બાળકીના માથાના ભાગે બચકાં ભરતાં લોહી લુહાણમાં થઇ ગઇ હતી. જ્યારે બાળકીની હાલત ગંભીર હોઇ સારવાર અર્થે 108 વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના મહોબતગઢમાં શનિવારે રખડતાં શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં રમી રહેલી 4 વર્ષની બાળકી પર અચાનક શ્વાને હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. બાળકીના માથાના ભાગે બચકાં ભરતાં લોહી લુહાણ હાલતમાં થઇ ગઇ હતી. જ્યારે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી બાળકીનો જીવ બચાવ્યો હતો.

[google_ad]

 

 

જ્યારે બાળકીની હાલત નાજુક હોઇ સારવાર અર્થે 108 વાન મારફતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યારે દાંતા સિવિલ હોસ્પિટલમાં સર્જન તબીબો પણ નિમાયેલા ન હોવાથી કોઇપણ દર્દીઓને ખાનગી હોસ્પિટલ કે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવાની ફરજ પડે છે.

[google_ad]

 

 

 

 

જેથી ઘણા સમયથી ગંભીર દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. દાંતામાં સર્જન તબીબ ન હોવાથી લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ સુધી સારવાર અર્થે દોડવાની નોબત પડે છે.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 


Share