થરાદમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘાસચારાની આડમાં રૂ. 3.04 લાખના દારુ સાથે બે શખ્સો ઝડપાયા

Share

પોલીસની આંખમાં ધૂળ નાખવા બુટલેગરો અવનવા કીમિયો પણ અપનાવતાં હોય છે. થરાદ પોલીસે ટ્રેક્ટરમાં ઘાસચારાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી રૂ. 3.04 લાખનો વિદેશી દારૂ સાથે ભાપી ગામના બે શખ્સોને ઝડપી લીધા હતા.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, થરાદના પોલીસ ઈન્સ્પેકટર એસ.એ.જાલોરી અને સ્ટાફ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કરબુણ ગામે ચાર રસ્તા પરથી નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરમાંથી બાતમીના આધારે વિદેશી દારૂની 3432 બોટલ કિંમત રૂ. 3,04,920 નો દારુ ઝડપી લીધો હતો.

[google_ad]

 

advt

જો કે, કોઈને શક ન પડે તે માટે ઘાસચારાની આડશમાં હેરાફેરી કરતાં હતા. પોલીસે ચાલક મફાભાઈ માનસેંગાભાઈ પ્રજાપતિ (મડાવરા) અને ડાયાભાઈ નરસેંગભાઈ પટેલ (બંને રહે. ભાપી, તા.થરાદ) ની ટ્રેક્ટર-ટ્રોલી સહીત રૂ. 5,60,920 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share