થરાદના ડીસ્કવરી શોપિંગ સેન્ટરની દુકાનમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

Share

થરાદના ડીસ્કવરી શોપિંગ સેન્ટરમાં બીજા માળે આવેલી દુકાનમાં શનિવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતાં લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી. જેમાં કોમ્પ્યુટર અને હાર્ડવેરના માલ-સામાનને વ્યાપક નુકશાન થયું હતું. જ્યારે થરાદ ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, થરાદના ડીસ્કવરી શોપિંગ સેન્ટરમાં બીજા માળે કોમ્પ્યુટર અને હાર્ડવેરની દુકાન આવેલી છે. જેમાં શનિવારે અગમ્ય કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કોમ્પ્યુટર અને હાર્ડવેરનો માલ-સામાન બળીને ખાખ થઇ હતો.

[google_ad]

 

જ્યારે થરાદ ફાયર-ફાઇટરની ટીમને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જ્યારે આગને કાબૂમાં લેતાં દુકાનના માલિકે રાહતનો દમ લીધો હતો.

 

From – Banaskantha Update


Share