ડીસાના ભોયણના ખેડૂત પુત્રએ નેપાળમાં જઇ દોડમાં ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાનું નામ રોશન કર્યું

Share

ડીસા તાલુકાના ભોયણ ગામમાં રહેતાં અશોકજી ભુનેશા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેમનો દીકરો મહેશસિંહ ભુનેશાએ નેપાળમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ મેળવતાં ડીસા સહીત સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

[google_ad]

ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડૂત પુત્રએ નેપાળમાં જઇ દોડમાં ગોલ્ડ મેડલ મેળવી જીલ્લાનું નામ રોશન કર્યું હતું. આમ તો બનાસકાંઠા જીલ્લો એ વર્ષોથી અતિ પછાત જીલ્લો માનવામાં આવે છે. પરંતુ જેમ જેમ બનાસકાંઠા જીલ્લામાં શિક્ષણનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ આજે દેશ અને વિદેશમાં બનાસકાંઠા જીલ્લાના લોકો નામ રોશન કરી રહ્યા છે.

[google_ad]

આમ તો વર્ષોથી બનાસકાંઠા જીલ્લો ખેતી સાથે સંકળાયેલા જીલ્લો છે. પરંતુ આજે જેમ ટેકનોલોજી અને શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે તેમ તેમ બનાસકાંઠા જીલ્લાનું નામ પણ દિવસેને દિવસે આગળ વધી રહ્યું છે. ડીસા તાલુકાના ભોયણ ગામમાં રહેતાં અશોકજી મફાજી ભુનેશા ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર મહેશસિંહ પણ ખેતીની સાથો સાથ રમત-ગમત ક્ષેત્રે કૌશલ્ય ધરાવતો હતો. ગ્રામિણ વિસ્તારમાં રહી રોજેરોજ દોડની પ્રેક્ટીસ કરતો હતો. જેના કારણે અત્યાર સુધી મહેશસિંહ ભુનેશાએ અનેક ઇનામો દોડમાં પ્રાપ્ત કર્યાં છે.

[google_ad]

advt

ત્યારે અગાઉ ગોવામાં યોજાયેલી 1500 મીટરની દોડમાં પોતાનામાં રહેલ રમત-ગમત ક્ષેત્રનું ટેલેન્ટ બતાવી પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને ત્યાંથી તેની મહેશસિંહને વિદેશમાં જઇ દેશનું નામ રોશન કરવાની આશા જાગી હતી અને તાજેતરમાં જ નેપાળમાં યોજાયેલી સ્પર્ધામાં મહેશસિંહનું સિલેક્શન થયું હતું. જ્યાં દરેક દેશમાંથી રમતવીરોએ દોડમાં ભાગ લીધો હતો. જેમાં ડીસા તાલુકાના ભોયણ ગામના ખેડૂત પુત્ર મહેશસિંહે પણ ભાગ લીધો હતો.

[google_ad]

 

નેપાળમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં અનેક રમતવીરોને હરાવીને નેપાળ સામે ફાઇનલમાં પહોંચ્યા હતા. જ્યાં પણ ફાઇનલમાં મહેશસિંહે 1500 મીટરની દોડમાં નેપાળને હરાવી પ્રથમ નંબર પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું હતું. પ્રથમ નંબર પ્રાપ્ત કરતાં મહેશસિંહને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો. આમ નેપાળ માટે ડીસા તાલુકાના નાનકડા ગામ ભોયણના ખેડૂત પુત્ર સમ્રાટ જીલ્લા સહીત દેશનું નામ રોશન કરતાં શનિવારે ડીસાની કાંટમાં આવેલી લો કોલેજમાં મહેશસિંહનું સન્માન કરાયું હતું અને હજુ પણ પ્રગતિ કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share