ડીસામાં સંકલ્પ બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પ યોજાયો

Share

ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલ સંકલ્પ બ્લડ બેંકમાં શનિવારે આઝાદ હિંદ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

[google_ad]

ડીસાના ગાયત્રી મંદિર નજીક આવેલ સંકલ્પ બ્લડ બેંકમાં આઝાદ હિંદ ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રક્તદાન એ મહાદાન છે. લોકોની જીંદગી બચે તે માટે દર વર્ષે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

[google_ad]

 

જેમાં અનેક રક્તદાતાઓ લોકોની મહામૂલી જીંદગી બચે તે માટે રક્તદાન કરતાં હોય છે. ખાસ કરીને અનેક બીમારીઓમાં લોકોને રક્તની જરૂરીયાત પડતી હોય છે.

[google_ad]

 

ત્યારે આવા સમયે લોકોને સમયસર રક્તદાન મળી રહે તેવા આશયથી દર વર્ષે ડીસામાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે શનિવારે ડીસાના ગાયત્રી મંદિર નજીક પણ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 50 થી પણ વધુ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું.

 

From – Banaskantha Update


Share