અમીરગઢમાં દારૂ ભરેલી ગાડી સહીત રૂ. 2.27 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Share

અમીરગઢમાં રામપુરા કરજાથી ભટામલ જવાના રસ્તા પરથી પોલીસે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી છે. પોલીસે રૂ. 2.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસ સ્ટાફ આ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે પોલીસે રામપુરા કરજાથી ભટામલ જવાના રસ્તા પર એક ગાડીને રોકતાં પોલીસને જોઈ ગાડીનો ચાલાક ગાડી મૂકી નાસી ગયો હતો.

[google_ad]

advt

 

જે ગાડીમાંથી દારૂની 276 નંગ બોટલ જેની કિંમત રૂ. 27,600 સહીત કુલ રૂ. 2 ,27,600 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share