ડીસાના દામા ગામ નજીક સગીરા પર બે શખ્સોએ દુષ્કર્મ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

Share

ડીસા તાલુકાના દામા ગામ નજીક ખેતરમાં રહેતાં ભાગીયાની સગીર વયની દીકરી સાથે ખેતર માલિક અને અન્ય મિત્રએ મળી બળજબરીપૂર્વક દુષ્કર્મ કરતાં બંને શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે પોકસોની ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

પ્રતીકાત્મક તસવીર

 

આ અંગેની વિગત એવી છે કે ડીસા તાલુકાના દામા ગામથી માલગઢ જવાના રસ્તા પર આવેલા ખેતરમાં ભાગીયા તરીકે રહેતાં પરિવારની 15 વર્ષ અને સાત માસની સગીર દીકરી ત્રણેક માસ અગાઉ પોતાના ઘરે એકલી હતી. ત્યારે ખેતર માલિક ભરત પરખાજી માળીએ તેની સાથે બળજબરીપૂર્વક સંભોગ કર્યો હતો . ત્યારબાદ તેને સગીરાને ધાક-ધમકી આપી હતી.

[google_ad]

 

પ્રતીકાત્મક તસવીર

 

જેથી સગીરાએ ડરના માર્યા આ વાત કોઈને ન જણાવતાં ફરીથી ભરત પરખાજી માળી અને તેના મિત્ર શંભુદાન ગઢવીએ એકલતાનો લાભ લઇ તેણીને બળજબરીપૂર્વક ખેંચી જઈ મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. બંને શખ્સોએ સગીરાને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

[google_ad]

advt

 

જેથી સગીરાએ થોડા દિવસો સુધી ચૂપચાપ સહન કર્યા બાદ આખરે પરિવારજનોને આ વાત જણાવતાં પરિવારજનોએ જીલ્લા પોલીસ વડા અને મહીલા પોલીસને જણાવતાં બંને શખ્સો ભરત પરખાજી માળી અને શંભુદાન ગઢવી સામે ડીસા તાલુકા પોલીસ મથકે પોકસોની ફરિયાદ નોંધાઇ છે.

From – Banaskantha Update


Share