ડીસા આખોલ ચાર રસ્તા નજીક પોલીસે રીક્ષામાંથી દારૂ સાથે એક શખ્સને ઝડપ્યો

Share

ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલું રાજેશ્વરી કોલ્ડ સ્ટોરેજ નજીક શુક્રવારે ડીસા તાલુકા પોલીસે બાતમીના આધારે રીક્ષા સહીત રૂ. 68,250 નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ ધાનેરા રોડ પર વાહન ચેકીંગમાં હતી. તે દરમિયાન ધાનેરા તરફથી એક રીક્ષા નં. GJ-08-AT-8358 માં વિદેશી દારૂ ભરીને ડીસા તરફ આવી રહી છે.

[google_ad]

advt

ત્યારે ડીસા તાલુકા પોલીસે આખોલ ચાર રસ્તા પાસે આવેલું રાજેશ્વરી કોલ્ડ સ્ટોરેજ નજીક વોચ ગોઠવી તે દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતાં તેને રોકાવી રીક્ષા ચાલકનું નામ પૂછતાં દિનેશભાઇ કાનજીભાઇ ઠાકોર (રહે.વાડી રોડ, ટેકરા, પલટન મંદિર)વાળો હોવાનું જણાવ્યું હતું.

[google_ad]

 

 

રીક્ષામાં તપાસ કરતાં વિદેશી દારૂ નંગ-55 કિંમત રૂ. 8,250 અને રીક્ષા કિંમત રૂ. 60,000 કુલ રૂ. 68,250 નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share