ડીસાના ઢુવામાં સામાન્ય બાબતે ચાર શખ્સોએ યુવકને માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઇ

Share

ડીસાના ઢુવા ગામમાં ઘર આગળ બે શખ્સો એકબીજાને અપશબ્દો કાઢી ઝઘડો કરતાં હતા. જેથી યુવક આવીને તેમના ઘર આગળ ઝઘડો કરવાની ના પાડતાં અને અપશબ્દો બોલવાની ના કહી તેમને સમજાવી તેમના ઘર તરફ મોકલ્યા હતા. જે બાદ ચાર શખ્સો એક સંપ થઇ હાથમાં ધોકા લઇ ફરી યુવકના ઘર આગળ આવી રસ્તા પર ઉભા રહી જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે યુવકે અપશબ્દો બોલવાની ના કહેતાં યુવક પર ચાર શખ્સોએ ધોકા અને ગડદા પાટુનો માર માર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં નજીવી બાબતે ઝઘડા અને મારામારીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના ઢુવા ગામમાં રહેતાં અરજણજી ભૂપતજી ઠાકોર તા. 24/10/2021 ના રોજ તેમના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના ઘર આગળ રસ્તામાં તેમના ગામના મોડણજી ધર્માજી ઠાકોર અને અશ્વિનજી ગમાનજી ઠાકોર આ બંને કુટુંબી કાકો ભત્રીજો થતાં હોઇ એકબીજા સામસામે અપશબ્દો બોલી ઝઘડો કરતાં હોઇ ત્યારે અરજણભાઇ ભૂપતજી ઠાકોરે તેના ઘર આગળ ઝઘડો ન કરવા અને અપશબ્દો ન બોલવા કઇ સમજાવી તેમના ઘર તરફ મોકલ્યા હતા.

[google_ad]

advt

જે બાદ અશ્વિનજી ગમાનજી ઠાકોર હાથમાં ધોકો લઇ અને આકાશજી કાન્તીજી ઠાકોર, મથુરજી ગમાનજી ઠાકોર તેમજ મોડણજી ધર્માજી ઠાકોરે અરજણજી ભૂપતજી ઠાકોરના ઘર આગળ આવી રસ્તામાં અપશબ્દો બોલવા લાગ્યા હતા. જે બાદ અરજણજી ભૂપતજી ઠાકોર અપશબ્દો બોલવાની ના પાડતાં અશ્વિનજી ગમાનજી ઠાકોર ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંનો ધોકો અરજણભાઇ ઠાકોરના કમરના ભાગે અને પેટ ઉપર મારેલા તેમજ આકાશ, મથુરજી અને મોડણજીએ ગડદા પાટુનો આડેધડ માર મારવા લાગ્યા હતા.

[google_ad]

 

 

જે બાદ અરજણજી ઠાકોરે બૂમાબૂમ કરતાં તેમના ઘરેથી અરજણજીની માતા અને તેની બહેન તેમજ નજીકમાંથી જોગાજી શાંતિજી ઠાકોર અને બીજા માણસો આવી જતાં અરજણજી ઠાકોરને વધુ મારમાંથી છોડાવ્યો હતો અને આ ચાર શખ્સોને સમજાવી તેમના ઘર તરફ મોકલ્યા હતા અને જતાં જતાં કહેતા ગયા છે.

[google_ad]

 

આજે તો તું બચી ગયો પરંતુ અમારૂ કે અમારા ઘરનું કોઇનું નામ લીધું તો તને જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતાં જતાં રહેલા જે બાદ અરજણજી ભૂપતજી ઠાકોરને ગડદા પાટુ અને મૂઠ માર મારતાં જેથી અરજણજી ઠાકોરને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ વધુ સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share