ડીસાના સદરપુરમાં જીલ્લા પુરવઠા અધિકારીની ઓચિંતી રેડથી ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો સીઝ કર્યો

Share

ડીસા તાલુકાના સદરપુર ગામમાં આવેલ ખાનગી ગોડાઉનમાં સરકારી અનાજનો જથ્થો પડયો હોવાની માહીતીના આધારે બનાસકાંઠા જીલ્લા પુરવઠા અધિકારીએ બુધવારે મોડી સાંજે ઓચિંતી રેડ કરી ઘઉં અને ચોખા સહીત રૂ. 8,53,550 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રસિંહ ચાવડા અને તેમની ટીમે બુધવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે ડીસા તાલુકાના સદરપુર ગામમાં આવેલ એક ખાનગી ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. ખાનગી ગોડાઉનમાં તપાસ કરતાં સરકારી અનાજનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો.

[google_ad]

advt

 

તપાસ દરમિયાન ચોખાના 407 કટ્ટા અને ઘઉંના 865 કટ્ટા મળી કુલ 1272 કટ્ટા મળી આવ્યા હતા. આ ઉપરાંત એક ટ્રક અને સિલાઈ કરવાના બેગ મશીન પણ મળી આવ્યા હતા. આથી જીલ્લા પુરવઠા અધિકારીએ રૂ. 8,53,550 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ કટ્ટા પુરવઠા ગોડાઉનમાં જમા કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ છે. આ જથ્થો પાટણનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

[google_ad]

 

 

જીલ્લા પુરવઠા અધિકારીએ સદરપુર ગામમાંથી સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યા બાદ સ્થાનિક મામલતદારને જાણ કરાઇ છે. આથી મામલતદાર એ.જે.પારઘી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

 

From – Banaskantha Update


Share