ડીસામાં મીઠાઇઓની દુકાનોમાં દિવાળીના તહેવારને ટાણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડી સેમ્પલ લેવાયા

Share

દિવાળીના તહેવારો નજીક આવતાંની સાથે માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને દિવાળી અને બેસતું વર્ષ નિમિત્તે ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે. ત્યારે કેટલાંક લેભાગુ વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થોની ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતાં હોવાની વારંવાર બૂમરાડ ઉઠી રહી છે.

[google_ad]

ત્યારે શુક્રવારે ડીસા શહેરમાં જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીની સુચનાથી ડીસા ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર દ્વારા સિંધી માર્કેટ અને જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ મીઠાઇની દુકાનોમાં દરોડા પાડી મીઠાઇના સેમ્પલ લેવાયા હતા.\

[google_ad]

 

સાથે સાથે મીઠાઇ બનાવવામાં ઉપયોગી માવાની ફેક્ટરીમાં પણ ઓચિંતી તપાસ હાથ ધરાઇ છે અને માવાના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપી તપાસ હાથ ધરાઇ છે.

 

From – Banaskantha Update


Share