અમીરગઢમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સને કોર્ટે 10 વર્ષની કેદ અને દંડનો હુકમ ફટકાર્યો

Share

અમીરગઢ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં પોતાના મામાને ત્યાં રહેતી એક સગીરાનું ત્રણ વર્ષ અગાઉ અપહરણ કરી તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારનારા શખ્સને પાલનપુરની સ્પેશ્યલ પોકસો કોર્ટના ન્યાયાધીશે ગુરૂવારે 10 વર્ષની કેદની સજા અને રૂ. 10,000 નો દંડનો હુકમ કર્યો હતો. અમીરગઢ તાલુકાના એક ગામમાં રહેતી 17 વર્ષિય સગીરા તેના મામાના ઘરે ખેતરમાં એકલી પશુઓ માટે ચાર વાઢતી હતી. ત્યારે તા. 22/06/2018 ના રોજ અમીરગઢ તાલુકાના કાકવાડા ગામનો અંકિતભાઇ ઉર્ફે અંકો રાજુભાઇ ભીલ તેણીનું અપહરણ કરી ગયો હતો.

[google_ad]

 

આ અંગે સગીરાના પરિવારજનોએ અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ પાલનપુરની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ જે. એન. ઠક્કરે સરકારી વકીલ નૈલેષ એમ. જોષીની દલીલો, દસ્તાવેજી પૂરાવા ગ્રાહ્ય રાખી આરોપી અંકિત ભીલને 10 વર્ષની કેદ અને રૂ. 10,000 ના દંડનો હુકમ કર્યો હતો. અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા માટે આદેશ કરાયો છે. રૂ. 50,000 અને બાકીના રૂ. 3.50 લાખ પાંચ વર્ષ માટે બાંધી મુદ્દતે મૂકવા આદેશ કરાયો છે.

[google_ad]

advt

 

ઇ.પી.કો. કલમ 363 ના ગુનામાં ત્રણ વર્ષની કેદ રૂ. 2500 નો દંડ જો દંડ ન ભરે તો વધુ 2 માસની સાદી કેદ, ઇ.પી.કો. કલમ-366 ના ગુનામાં પાંચ વર્ષની કેદ રૂ. 2500 નો દંડ જો દંડ ન ભરે તો વધુ 2 માસની કેદ અને કલમ-376 અને પોસ્કોની 2012 ની કલમ-3 (સી), 4, 6, 8 અને 18 ના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 10,000 નો દંડ જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદ

 

From – Banaskantha Update


Share