પાલનપુરમાં વોર્ડ નં. 2 અને 12 માં રોજના 7-8 ડેન્ગ્યુના કેસ મળતાં ચકચાર

Share

પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ અને માન સરોવર તળાવ નજીક વિસ્તારમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પાલનપુર શહેરના વોર્ડ નં. 2 અને 12 માં રોજના 7-8 કેસ જોવા મળી રહ્યા છે. એકલા ઓક્ટોબર માસમાં જ 47 કેસો આવ્યા છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ ટીમો પોરાનાશક કામગીરી હાથ ધરી છે. પાલનપુરમાં છેલ્લા એક માસથી ડેન્ગ્યુના કેસો ઓછા થવાના નામ નથી લેતાં પાછોતરા વરસાદના પરિણામે અનેક વિસ્તારોમાં ચોખા પાણી જમા થયા હતા. ઉપરાંત માન સરોવર તળાવ આજુબાજુ ખાબોચીયા ભરાઇ જતાં ડેન્ગ્યુ મચ્છરનો ઉપદ્રવ જારી છે પાછલા એક માસમાં શહેરના 45 થી વધુ કેસ સરકારી ચોપડે નોંધાયા છે.

[google_ad]

 

જેના લીધે છેલ્લા એક માસથી તબક્કાવાર આરોગ્ય વિભાગની ટીમો ડેન્ગ્યુ મચ્છરના પોરા શોધવાની કામગીરીમાં વ્યસ્ત છે. રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. નરેશ ગર્ગે જણાવ્યું હતું કે, પાલનપુર શહેરમાં જૂદી-જૂદી 10 ટીમો તબક્કાવાર કામગીરી કરી રહી છે. જ્યાંથી પણ મચ્છરના પોરા મળે તો તેનો નાશ કરાય છે. તકેદારીના તમામ પગલાં લેવા હેલ્થ સ્ટાફને તાકીદ કરી દરેક ઘરની મુલાકાત લઇને તપાસ કરવા અને રહેવાસીઓને જાગૃત કરવા અભિયાન શરૂ કરવા જણાવ્યું છે.

[google_ad]

advt

પાલનપુર શહેરમાં વોર્ડ નં. 2 માં કોલેજ કમ્પાઉન્ડ વિસ્તાર, વાડી વિસ્તાર, આરોગ્ય ધામ વિસ્તાર, શાક માર્કેટ, રેલ્વે સ્ટેશન, મસ્જીદ વિસ્તાર અને માન સરોવર તળાવ આસપાસનો વિસ્તાર આવે છે. જ્યાં ડેન્ગ્યુના કેસો હાલમાં એક્ટિવ છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નં.12 માં ડેન્ગ્યુના કેસો છૂટા છવાયા જોવા મળી રહ્યા છે.

 

From – Banaskantha Update


Share