ડીસામાં બાઇકની ઉઠાંતરી થતાં ચકચાર

Share

ડીસાના શાંતિ એપાર્ટમેન્ટ દેના ગ્રામિણ બેંકની બાજુમાંથી બાઇકની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં મોટર સાઇકલની ચોરીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસામાં પણ તા. 03/10/2021 ના રોજ ર્નિમલકુમાર જશુભાઇ રાઠોડ (રહે. અનુપમ સોસાયટી, કાંટ રોડ, ડીસા) વાળા ડીસાના શાંતિ એપાર્ટમેન્ટ દેના ગ્રામિણ બેંકની બાજુમાંથી તેમના મિત્રને મળવા ગયા હતા.

[google_ad]

advt

ત્યારે તેમનું મોટર સાઇકલ નં. GJ-08-AN-0753 નું બાઇક રાત્રે નવ વાગ્યે પાર્ક કરી ગયા હતા. ત્યારબાદ 10 વાગ્યે પરત આવતાં તે જગ્યાએ મોટર સાઇકલ પાર્ક કર્યું હતું તે જગ્યાએ મોટર સાઇકલ જોવા ન મળતાં આજુબાજુ તપાસ કરતાં કોઇ ભાળ ન મળતાં કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share