ઇકબાલગઢ નજીક અજાણ્યા વાહને 12 થી વધુ ભેંસોને અડફેટે લેતાં 6 ભેંસોના મોત

Share

 

બનાસકાંઠામાં પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર શુક્રવારે વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રોડ પરથી પસાર થતાં પશુઓના ટોળાને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઇ ફરાર થઇ જતાં 6 પશુઓના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે 6 પશુઓને ઇજાઓ પહોંચી હતી.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર-આબુ રોડ નેશનલ હાઇવે પર આવેલ ઇકબાલગઢ નજીક શુક્રવારે વહેલી સવારે હીટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. પશુપાલક પશુઓનું ટોળુ લઇને નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન બેફામ રીતે ગાડી લઇને પસાર થઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે પશુઓના ટોળાને અડફેટે લઇ ગાડી નીચે કચડી ફરાર થઇ ગયો હતો.

[google_ad]

 

 

આ અકસ્માતમાં 6 ભેંસોના ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 પશુઓને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રોડ પરથી મૃત પશુઓને સાઇડમાં ખસેડી ટ્રાફીકજામ ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે પશુઓના માલિકને 6 ભેંસોના મોતથી આભ તૂટી પડયું હતું.

[google_ad]

 

 

From-Banaskantha update

 

 

 


Share