ડીસા ઉત્તર પોલીસે રાજસ્થાનથી ગુમ થયેલ યુવતીને ગણતરીના સમયમાં શોધી કાઢી

Share

રાજસ્થાનના કરડા તા.રાનીવાડા જી.ઝલોર ખાતે રહેતા કમળાદેવી બાબુલાલ ચૌખારામ બીશ્નોઈ ઉંમર 41 વર્ષ તા.26/09/2021ના રોજ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જેની કમળા દેવીના પરિવારે રાજસ્થાન કરડા પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ કરી હતી.

[google_ad]

જે બાદ રાજસ્થાન પોલીસે શોધખોળ હાથ ધરી હતી પરંતુ કમળાદેવી મળી આવેલ નહીં જે બાદ રાજસ્થાનના કરડાથી ગુમ થયેલ જે ડીસાના આવેલ જલારામ મંદિર ખાતે બેઠેલ તેવી માહિતી મળતા ઉત્તર પોલીસના પી.આઇ જે વાય ચૌહાણ તેમજ તેમની ટીમે મહિલાને ગણતરીના સમયમાં શોધી કાઢી તેને ડીસા ઉત્તર પોલીસ મથકે લાવી તેના વાલીવારસોને તેમજ રાજસ્થાન પોલીસને સોંપવામાં આવી હતી.

 

 

From – Banaskantha Update


Share