મુંબઇ જવા માટે ભારતમાલા રોડને લિંક કરીને અમદાવાદ-વડોદરાને જોડતો નવો સિક્સલેન રોડ થરાદથી બનશે

Share

કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતને જોડતો ભારતમાલાનો એક રોડ બનાસકાંઠાના થરાદમાંથી પસાર થઇ રહ્યો છે. જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેની વચ્ચે બાય રોડ મુંબઇ જવા માટે આ ભારતમાલા રોડને લિંક કરીને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે સુધી જોડતો નવો સિક્સલેન રોડ બનાવવાનું આયોજન પણ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. થરાદ અથવા સાંચોરથી આ લિંક રોડ બનાવવામાં આવશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

[google_ad]

કેન્દ્ર સરકારનો અમૃતસરથી જામનગરને જોડતો મહત્વનો ભારતમાલા રોડ બનાસકાંઠા જીલ્લાના થરાદમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી બાજુ મુંબઇ સુધી જવા માટે અમદાવાદથી એકસપ્રેસ વે અગાઉથી બનેલો છે. ત્યારે થરાદથી મુંબઇ સુધી જવા માટે ભારતમાલાને જોડતો લિંક રોડ અમદાવાદ સુધી બનાવવાની કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આ અંગે સાંસદના પી.એ. વિનોદભાઇ પટેલ પાસેથી જાણવા મળ્યું હતું કે ‘ભારતમાલા રોડમાં અમદાવાદને જોડતો 212 કિ.મી. સિક્સલેન રોડ થરાદ અથવા સાંચોરથી બનાવવામાં આવનાર છે.

[google_ad]

advt

 

આ માટે થરાદ વિસ્તારમાંથી થોડા દિવસ પહેલાં ડ્રોનથી સર્વે કરીને ખુંટ મારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. જો કે, અમદાવાદનું અંતર થરાદ કરતાં સાંચોરથી 20 કિ.મી. વધારે થાય છે. આથી લિંક રોડ બનાવવાનો નિશ્ચિત છે. પરંતુ તે થરાદથી કે સાંચોરથી બનાવવામાં આવશે તે અંગેનો અંતિમ નિર્ણય હવે લેવામાં આવશે. આ સિકસલેન રોડ બનવાથી સરહદી વિસ્તારમાંથી અમદાવાદ જવા સડસડાટ મુસાફરી કરી શકવાથી સમય અને અંતર પણ ઘટશે.’

From – Banaskantha Update


Share