અમીરગઢમાં પોલીસના ગ્રેડ-પે મામલે પોલીસ પરિવારો હડતાળ પર ઉતરી થાળી-ચમચીઓ અને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો

Share

રાજ્યભરમાં પોલીસની ગ્રેડ-પે મામલે શરૂ થયેલી લડતના ભાગરૂપે ગુરુવારે અમીરગઢમાં પણ પોલીસ પરિવારો હડતાળ પર ઉતર્યા હતા. અમીરગઢમાં થાળી-ચમચીઓ લઈ સૂત્રોચ્ચાર કરી પોલીસ પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

[google_ad]

ગઈ કાલે તા. 27 ઓક્ટોબરના રોજ પાલનપુરમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારો દ્વારા થાળી-ચમચી લઈ ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ગુરવારે પણ અમીરગઢમાં પોલીસ પરિવારો હડતાળ પર ઉતર્યા છે. અમીરગઢમાં થાળી-ચમચીઓ સાથે મહીલાઓએ વિરોધ નોંધાવ્યો છે.

[google_ad]

advt

રાજ્યભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે શરૂ થયેલી લડતનાં ત્રીજા દિવસે પણ રાજ્યભરમાંથી પોલીસ પરિવારો વિરોધ નોંધાવી રહ્યા છે. જેને લઈને ગુરુવારે અમીરગઢ પોલીસ પરિવારોએ થાળી-ચમચી અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો.

From – Banaskantha Update


Share