દિયોદર રેફરલ હોસ્પિટલમાં મહીલાની પ્રસુતિ દરમિયાન બાળકને જન્મ આપ્યો : ખોડ ખાપણના કારણે આખરે બાળકે જીવ ગુમાવ્યો

Share

દિયોદર રેફરલ હોસ્પિટલમાં જાડા ગામની મહીલાને પ્રસુતિ દરમિયાન અધુરા માસે મહીલાએ બાળકને જન્મ આપતાં પરિવારજનોમાં ખુશી ફેલાઇ હતી. પરંતુ બાળક ખોડ ખાપણ અને નાતંદુરસ્ત હોવાથી આખરે બુધવારની મોડી રાત્રે બાળકનું નિધન થતાં પરિવારજનોમાં ચિંતામાં મૂકાઇ ગયા હતા.

[google_ad]

દિયોદર તાલુકાના જાડા ગામની એક મહીલાને પ્રસુતિ દરમિયાન દુઃખાવો થતાં તે મહીલાને 108 એમ્બ્યુલન્સ દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે લાવવામાં આવી હતી. જેમાં ફરજ પરના તબીબ પ્રતિક રાઠોડ દ્વારા મહીલાની સોનોગ્રાફી કરી તપાસ કરતાં માસ અધુરા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ મહીલાને ઓપરેશન કરી પ્રસુતિ કરવાની ફરજ પડતાં દિયોદર રેફરલ હોસ્પિટલના તબીબ પ્રતિક રાઠોડે વિશ્વાસ હોસ્પિટલના તબીબ રોહીત નાડોદાની મદદ લીધી હતી.

[google_ad]

advt

જેમાં બંને તબીબ અને સ્ટાફ સતત ખડેપગે રહી મહીલાને ઓપરેશન કરી પ્રસુતિ કરાવી હતી. જેમાં મહીલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ બાળક ખોડ ખાપણ હોવાથી બાળક નાતંદુરસ્ત હોવાથી બુધવારની મોડી રાત્રે બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાની ફરજ પડતાં દિયોદર રેફરલ હોસ્પિટલે 108 એમ્બ્યુલ્સને જાણ કરતાં 108ના ઇ.એમ.ટી. દેવરામભાઇ ઉપાધ્યાય અને પાઇલોટ દિનેશભાઇ નાઇ રેફરલમાં એમ્બ્યુલ્સ લઇ પહોંચ્યા હતા. જેમાં તાત્કાલીક બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું હતું પરંતુ મહેસાણા નજીક આખરે બાળકનું મોત નિપજ્યું હતું.

 

From – Banaskantha Update


Share