ડીસાના લોરવાડા ગામ નજીક યુવકની ઝાડીમાંથી લટકતી લાશ મળી આવતાં ચકચાર

Share

ડીસા તાલુકાના ભીલડી હાઇવે પર આવેલ લોરવાડા ગામ નજીક બુધવારે ઝાડીમાંથી એક યુવકની લટકતી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેની જાણ ભીલડી પોલીસને થતાં પોલીસે યુવકની લાશનો કબજો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડી છે. આ અંગે ભીલડી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના ભીલડી હાઇવે પર આવેલ લોરવાડા ગામ નજીક ઝાડીમાંથી યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યાને આત્મહત્યાના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

[google_ad]

 

ખાસ કરીને લોકો રૂપિયાની લેવડ-દેવડ અને અંગત અદાવતમાં આત્મહત્યા જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ ડીસા તાલુકાના લોરવાડા ગામ નજીક બનવા પામ્યો છે. ડીસા-ભીલડી હાઇવે પર આવેલ લોરવાડા ગામ નજીક આવેલ ઝાડીમાં બુધવારે કોઇ અજાણ્યા યુવકની લાશ લટકતી હોવાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ તાત્કાલીક ભીલડી પોલીસને જાણ કરી હતી.

[google_ad]

 

જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની લાશનો કબજો મેળવી ડીસા સિવિલ હોસ્પિટલમાં સેવાભાવી મનુભાઇ આસ્નાની દ્વારા પી.એમ. અર્થે ખસેડી હતી. આ સમગ્ર ઘટનામાં ભીલડી પોલીસે હાલ આ યુવકની લાશનો કબજો મેળવી આ યુવક ક્યાંનો છે અને યુવકની હત્યા થઇ છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે બે દિવસનો સમય થઇ ગયો હોવા છતાં પણ હજુ સુધી આ યુવકના પરિવાર કોણ છે જાણ ન થતાં હજુ સુધી આ યુવકની લાશ ડીસા સિવિલ હોસ્પિટલમાં રખાઇ છે. આ અંગે ભીલડી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share