ડીસામાં કરણી સેનાના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Share

 

ડીસામાં પોલીસના સમર્થનમાં અલગ-અલગ સંગઠનો આગળ આવી રહ્યા છે. જેમાં ગ્રેડ પે અને પોલીસની માંગણી પુરી કરવા બુધવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકારને પોલીસની માંગણી પુરી કરવા રજૂઆત કરાઇ હતી.

[google_ad]

 

સમગ્ર ગુજરાતમાં પોલીસના મહા આંદોલનમાં અલગ-અલગ સંગઠનો પોલીસના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. પોલીસની માંગણીને પુરી કરવા સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે બુધવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ગ્રેડ પે અને પોલીસની માંગણી પુરી કરવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકરો આગળ આવી રહ્યા છે.

[google_ad]

 

સરકાર પોલીસની માંગણી પુરી કરે જેથી ડીસા નાયબ કલેક્ટરને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકરોએ આવેદનપત્ર આપી સરકાર સામે ઉગ્ર રજૂઆત કરી સરકાર પોલીસની માંગણીઓ પુરી કરે તેવી રજૂઆત કરાઇ હતી.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 


Share