ડીસાની બે અને ચંડીસર જી.આઇ.ડી.સી. ની ૩ પેઢીને નિવાસી કલેક્ટરે પોણા બે લાખનો દંડ ફટકાર્યો

Share

 

બનાસકાંઠા જીલ્લામાં ફૂડ સેફ્ટી એક્ટનો અસરકારક અમલ કરવા માટે ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે બાદ થયેલી કાર્યવાહીમાં ડીસાની બે અને ચંડીસર જી.આઇ.ડી.સી.ની પેઢી મળી ત્રણેયને પોણા બે લાખનો દંડ ફટકાર્યો છે. ગોળ, બેસન અને વેજ ફેટ્‌સના ફૂડ સેફ્ટી અધિકારીઓએ લીધેલા નમૂના લેબોરેટરીમાં મિસ બ્રાન્ડ અને સબ સ્ટાન્ડર્ડ આવતાં અધિક કલેક્ટર દ્વારા કાર્યવાહી કરાઇ હતી.

[google_ad]

 

 

પાલનપુરના ચંડીસરમાં અંકીતકુમાર રાજેશભાઇ મોદી અને હીતેશભાઇ ગોરધનભાઇ મોદીની પેઢી પર ફૂડ સેફ્ટી ઓફીસર એસ.કે.પ્રજાપતિએ તા. 3 માર્ચ 2020 ના રોજ તપાસ કરી હતી. અહી ચંડીસરમાં ધન્વી એન્ટરપ્રાઇઝ પેઢીની તપાસ દરમિયાન વેજ ફેટનું 450 એમ.એલ.નું નમૂનો બરોડા મોકલતાં તે મીસ બ્રાન્ડેડ અને સબ સ્ટાન્ડર્ડ આવ્યું હતું. જેથી કાયદેસર કાર્યવાહી કરાઇ હતી અને તે મામલામાં પાલનપુર નિવાસી કલેક્ટરે બંને કેસમાં રૂ. 1.25 લાખનો દંડ ફટકાર્યો હતો.

[google_ad]

 

 

 

જ્યારે ડીસાની વિપુલભાઇ રમેશચંદ્ર પંચીવાલા અને વિજયભાઇ ૨મણીકલાલ શાહની પેઢી રમેશચંદ્ર રમણીકલાલ શાહમાંથી ફૂડ સેફ્ટી ઓફીસર પી.આર. સુથારે તા. 18 ફેબ્રુઆરીએ લૂઝ ગોળનો નમૂનો લઇ વડોદરા લેબમાં મોકલતાં તે સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયું હતું. જે બાદ કાર્યવાહી કરતાં અધિક કલેક્ટરે રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો.

[google_ad]

 

 

જ્યારે રાહુલકુમાર આશારામભાઇ માધવાણીની ડીસાની સિંધી કોલોની વિસ્તારમાં આવેલી રાજા ટ્રેડીંગ કું.માંથી ફૂડ સેફ્ટી ઓફીસર એસ.કે. પ્રજાપતિએ 500 ગ્રામ રાજા બ્રાન્ડ બેસનનો નમૂનો સીલ કરી રાજકોટ લેબમાં મોકલતાં મીસ બ્રાન્ડેડ જાહેર થયો હતો. જેથી અધિક કલેક્ટરે રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 


Share