પાલનપુરમાં ગ્રેડ-પે મામલે પોલીસ પરિવારો હડતાળ પર ઉતરી થાળી ચમચીઓ સાથે બાળકો અને મહીલાઓએ વિરોધ દર્શાવ્યો

Share

રાજ્યભરમાં પોલીસની ગ્રેડ-પે મામલે ગઈકાલથી શરૂ થયેલી લડતનાં બુધવારે બીજા દિવસે પાલનપુરમાં પણ પોલીસ પરિવારો હડતાળ પર ઉતર્યા છે. પાલનપુરમાં થાળી ચમચીઓ સાથે બાળકો અને મહીલાઓએ વિરોધ નોંધાવ્યો છે.

[google_ad]

 

ગુજરાત પોલીસ ગ્રેડ-પે મામલે એક અઠવાડીયાથી વધુ સમયથી શરૂ થયેલા આંદોલન પરાકાષ્ઠાએ પહોંચી ચૂક્યું છે. ત્યારે સોમવારે બાપુનગર પોલીસ જમાદાર સચિવાલય પર ધરણાં પર બેઠા પછી તેની અટકાયત થતાં રાજય પોલીસ કર્મચારીઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો હતો.

[google_ad]

 

જેના પગલે મંગળવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં વિવિધ પડતર માંગણીઓને લઈ પોલીસ કર્મચારીઓના પરિવારજનો દ્વારા ધરણાં શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેનાં સમર્થનમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું. જ્યારે બુધવારે પાલનપુરમાં પણ પોલીસ પરિવારો હડતાળ પર ઉતર્યા છે. પાલનપુરમાં થાળી ચમચીઓ સાથે મહીલાઓએ વિરોધ નોંધાવ્યો છે.

[google_ad]

 

 

રાજ્યભરમાં પોલીસ ગ્રેડ-પે મામલે ગઈકાલથી શરૂ થયેલી લડતના બીજા દિવસે પણ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાંથી પોલીસ પરિવારો બાળકો સાથે પહોંચી રહ્યા છે. એક તરફ પોલીસ કર્મચારીઓ ફરજના ભાગરૂપે પ્રજાની સેવામાં કાર્યરત છે અને બીજી તરફ પોલીસ પરિવારોએ ગાંધીનગરમાં છેક સુધી લડી લેવાના શ્રી ગણેશ કર્યા છે.

[google_ad]

 

 

અંગ્રેજો સમયથી ચાલી આવતી પગાર સહીતની વિસંગતતા બાબતે રાજ્ય પોલીસ દ્વારા લડતના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે.

[google_ad]

 

 

ગ્રેડ-પે મુદ્દે અમદાવાદના પોલીસ જમાદાર હાર્દિક પંડયાએ સચિવાલય સંકુલમાં પ્રતિબંધિત એરીયામાં શરૂ કરેલા આંદોલનને રાજ્યભરના પોલીસ કર્મચારીઓ સમર્થન આપી રહ્યા છે. રાજ્યમાં પહેલી વખત પોતાની માંગણીઓને લઇને પોલીસ દ્વારા જાહેરમાં આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

[google_ad]

 

ગઈકાલે આખો દિવસ સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યા પછી બુધવારે બીજા દિવસે પણ ગાંધીનગરમાં પોલીસ પરિવારો દ્વારા ઝૂંબેશ શરૂ કરી આર યા પારની લડાઈ શરૂ કરી દેવામાં આવી છે. આખો દિવસ ધરણાં પર બેઠા પછી મોડી રાત્રે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ પોલીસ પરિવારો દ્વારા બેઠક યોજાઇ હતી. પરંતુ આ બેઠકમાં પણ કોઈ ફળદાયી નિરાકરણ આવ્યું ન હતું.

 

From – Banaskantha Update

 


Share