પાટણમાં કુણઘેરની સગર્ભા મહીલાનું ડેન્ગ્યુથી મોત : પ્રસૂતિના 10 મિનિટમાં જન્મેલા જુડવા શિશુઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ

Share

પાટણના કુણઘેરની 30 વર્ષની શંકાસ્પદ ડેન્ગ્યુથી સંક્રમિત સગર્ભા મહીલાની તબિયત બગડતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પ્રસૂતિ બાદ દસ જ મિનિટમાં જુડવા જન્મેલા નવજાત શિશુઓ (દીકરા)ના નિપજ્યા હતા. મહીલાની હાલત વધુ લથડતાં સારવાર અર્થે ધારપુરમાં રીફર કરતાં ત્યાં સારવાર દરમિયાન નિપજ્યું હતું. ડેન્ગ્યુથી મહીલા સહીત 2 બાળકોના મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, કુણઘેર ગામમાં રહેતી 30 વર્ષિય સગર્ભા મહીલાની તબિયત બગડતાં તા. 23 ઓક્ટોબરના રોજ પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતાં. સારવાર દરમિયાન ડોક્ટરે તપાસતાં ડેન્ગ્યુ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. તબિયત ખૂબ નાજુક હોય પ્રસૂતિ થતાં જન્મેલા જુડવા નવજાત શિશુના નિપજ્યા હતા. અને મહીલાને વધુ સારવાર અર્થે ધારપુર રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં મહીલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતકના સ્નેહીના નિવેદન આધારિત ડેન્ગ્યુના તાવથી બીમારી તથા પ્રસૂતિ થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હોવાના નિવેદન આધારિત તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

[google_ad]

advt

 

તપાસ અધિકારી તાલુકા પોલીસ સ્ટેશન પી.આઇ બી.જે સોઢાએ જણાવ્યું હતું કે, ડીલીવરી બાદ જન્મેલા બંને બાળકોના મોત બાદ થોડા કલાક પછી મહીલાનું મોત થયું હતું. પી.એમ બાદ નિવેદનો લઈ એ.ડી દાખલ કરાઈ છે. પી.એમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.

[google_ad]

 

 

ધારપુર સુપ્રિટેન્ડેન્ટ મનીષા રામાવતે જણાવ્યું હતું કે, ‘પ્રસૂતિ બાદ મહીલાને ધારપુરમાં સારવાર માટે લાવવામાં આવી હતી.મહીલાનું હિમોગ્લોબીન ખૂબ જ ઓછું હતું ફક્ત બે ટકા જ હોય તેમજ અતિશય રક્ત સ્ત્રાવ થયો હોય સારવાર દરમિયાન જ મહીલાનું મોત નિપજ્યું હતું.’

[google_ad]

 

 

 

પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, મહીલાની પ્રસૂતિ થયા બાદ ફક્ત 10 મિનિટમાં બંને બાળકોના મોત નિપજ્યા હતા. ખાનગી ડોક્ટરને પૂછતાં જાણવા મળ્યું હતું કે તેને ડેન્ગ્યુની બિમારીને લઈ તેની હાલત લથડી હતી. મહીલાનું મૂળ વતન નવસારીના વાડા ગામ છે. કુણઘેરમાં તેનું સાસરું છે.

 

[google_ad]

 

જીલ્લા આરોગ્ય અધિકારી આર્ય જણાવ્યું હતું કે, ‘સગર્ભા મહીલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત નિપજ્યું છે જેની તપાસ કરવામાં આવશે હાલમાં ડેન્ગ્યુથી મોત થયું છે તેવું કહી શકાય નહીં.’

 

From – Banaskantha Update


Share