ડીસામાં એક વર્ષ પૂર્વે હત્યા થયેલ મુકબધીર સગીરા હનીના જન્મ દિવસની ઉજવણી કરાઇ

Share

 

 

ડીસામાં એક વર્ષ અને ચાર દિવસ પહેલાં મુકબધીર સગીરા હનીની હત્યા પિતરાઇ ભાઇએ કરી હતી. ત્યારે હનીના પરિવાર અને મુકબધીર બાળકોએ હનીના જન્મ દિવસની ઉજવણી કરી તેના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી હતી. ચકચારી હની હત્યાને આજે એક વર્ષ અને ચાર દિવસ થયા છે.

[google_ad]

 

હનીના જન્મ દિવસના ચાર દિવસ પહેલાં જ મુકબધીર હનીના પિતરાઇએ જ તેનું ગળું કાપી ર્નિમમ હત્યા કરી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. હનીના હત્યાના ચાર દિવસ બાદ આવેલા જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી અને ફરી જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી.

[google_ad]

 

 

 

સ્વ.હનીના જન્મ દિવસ પર પાલનપુરથી મોટી સંખ્યામાં મુકબધીર બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને હનીના જન્મ દિવસની ઉજવણી કરતાં બાળકો રડી પડયા હતા. મુકબધીર 13 વર્ષિય સગીરા હનીના હત્યારાને ફાંસી આપવાની માંગ મુકબધીર બાળકો રડતાં રડતાં પોતાના હાથના ઇશારો કરી રહ્યા હતા.

[google_ad]

 

 

 

હનીના પિતા દિનેશભાઇ માળીએ પણ હનીના હત્યારાને ફાંસી આપવાની માંગ કરી હતી તો મુકબધીર શાળાના શિક્ષિકા કંચનબેન પંડયાએ જણાવ્યું હતું કે ‘કોર્ટ એક દાખલો સમાજમાં બેસાડે એવો ન્યાય આપે અને જલ્દી ચૂકાદો આવે તેવી માંગ કરી હતી. અમારા મુકબધીર બાળકો પણ ઇચ્છી રહ્યા છે કે, હનીના હત્યારાને સરકાર ફાંસી આપે.’

[google_ad]

 

 

From-Banaskantha update

 

 

 

 


Share