ભીલડી પોલીસે ચોરને ચોરીના ચાર મોટર સાઇકલ સાથે ઝડપી પાડ્યો

Share

ભીલડી પોલીસ રતનપુરા સીમ હાઈવે પર વાહનચેકીંગમાં હતી તે દરમિયાન એક નંબર પ્લેટ વગરની મોટર સાયકલ ચાલક શંકાસ્પદ જણાતા તેને ઝડપી વધુ પૂછપરછ કરતા મોટરસાઇકલ ચોરી કર્યા હોવાનું જણાવતા તેની પાસેથી કુલ ચાર મોટરસાઇકલ ચોરી કર્યા હોવાનું કબૂલ કરતા ચાર મોટરસાઇકલ કબ્જે લઇ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીના બનાવોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ભીલડી પોલીસ રતનપુરા સિમ હાઇવે પર વાહનચેકીંગમાં હતી તે દરમિયાન એક નંબર પ્લેટ વગરનું મોટરસાઇકલ ચાલક શંકાસ્પદ જણાતા જેને રોકી મોટર સાઈકલ ચાલકનુ નામ સરનામુ પુછ્તાં તેણે પોતાનુ નામ વિષ્ણુજી લેબુજી ઠાકોર ઉ.વ.24, રહે ગામ વામૈયા તા.જી.પાટણ હાલ રહે મુડેઠા તા ડીસાનાનો હોવાનુ જણાવેલ તેમજ મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનું જણાવેલ.

[google_ad]

જેથી તેની વધુ પુછતાછ કરતાં તેણે મો.સા તથા બીજા બે મો.સા તેણે એકાદ મહીના અગાઉ ભીલડી ટાઉનમાંથી એક જ રાતમાં ચોરેલાનુ તથા એક પલ્સર મો.સા.તેણે બે વર્ષ અગાઉ ડીસા રાણપુર રોડ પરથી ચોરી કરેલાનુ અને તે તમામ મો.સા વેચવાના ઈરાદાથી છુપાવીને રાખેલા હોવાનુ જણાવતો હોઈ જેથી મો.સા છુપાવેલ છે.

 

[google_ad]

તે જગ્યાએ જઈ જોતા બાઈકોની નંબર પ્લેટો કાઢી નાખેલ જણાવેલ તેમજ મોજશોખ માટે મોટર સાયકલો ચોરી કરતા રીઢા વાહનચોરને ચોરીના ચાર મોટર સાયકલો કુલ કિ.રુ. 75,000/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[google_ad]

ગુના તથા મુદ્દામાલની વિગત –

(1) હીરો કંમ્પનીનું HF ડિલક્ષ જેનો રજી.નંબર GJ-08-BD-7480

(2) હીરો કંમ્પનીનું HF ડિલક્ષ જેનો રજી.નંબર GJ-24-AJ-5960

(3) પેશન પ્રો જેનો રજી.નંબર GJ-24-AB-3652 કુલ્લે કિ.રુ. 55,000/-

(4) બજાજ પલ્સર જેનો રજી.નંબર GJ-05-KF-6801 કિ.રુ. 20,000/-

 

 

From – Banaskantha Update


Share