લોકડાઉનના સમયમાં સેવા આપનારા બનાસકાંઠાના 18 પૂર્વ સૈનિકોનું જીલ્લા કલેક્ટરના હસ્તે સન્માન કરાયું

- Advertisement -
Share

 

 

બનાસકાંઠા જીલ્લાના 18 પૂર્વ સૈનિકોનું પાલનપુર કલેક્ટર કચેરીમાં બુધવારે સન્માન કરાયું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે લોકડાઉન દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સાથે રહી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સ્વૈચ્છીક રીતે સેવાઓ આપનારા બનાસકાંઠા જીલ્લાના 18 જેટલાં પૂર્વ સૈનિકોનું પાલનપુર કલેક્ટર કચેરીમાં કલેક્ટર આનંદ પટેલના હસ્તે મોમેન્ટો અર્પણ કરી, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

 

[google_ad]

 

 

બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે પૂર્વ સૈનિકોની સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે, ‘સ્વતંત્રતા પહેલાં મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ સહીતના અનેક વીર સપૂતોએ આપણને મહામૂલી આઝાદી અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આઝાદી બાદ દેશની રક્ષા કરવાનું કામ આપણા સૈનિકો દિવસ-રાત ખડેપગે કરી રહ્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં લોકો એકબીજાથી ડરતા હતા તેવા કપરા સમયે વહીવટી તંત્ર અને પોલીસની સાથે રહી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂર્વ સૈનિકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરીને દેશ સેવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.

[google_ad]

 

 

 

તમે તમારી જવાની પરિવાર સાથે વિતાવવાના બદલે દેશ માટે સમર્પિત કરી છે તે બદલ તમારા પરિવારજનોને પણ બિરદાવું છું. એક સર્વેક્ષણના તારણ મુજબ દેશની જનતાને સૌથી વધુ ભરોસો અને વિશ્વાસ આપણા દેશના સૈનિકો પર છે. જે વ્યક્તિમાં દેશ સેવાની શ્રેષ્ઠ ભાવના ભરેલી હોય છે તે જ સૈનિક બને છે તમારી સેવાઓને સેલ્યુટ કરૂ છું.

[google_ad]

 

 

 

સરહદી બનાસકાંઠા જીલ્લાના લોકો ખૂબ મહેનતું છે. ત્યારે પોલીસ સહીત વિવિધ ફોર્સમાં જવા માંગતા યુવાનોને પૂર્વ સૈનિકો દ્વારા તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે જેનાથી જીલ્લાના યુવાનો દેશ સેવામાં જોડાઇ શકે. વિપત્તિના સમયે ઉકેલ શોધનાર યુવાનોની આ દેશને જરૂર છે. ત્યારે આવા યુવાનો તૈયાર કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર તમામ મદદ કરવા તૈયાર છે. તેમણે બનાસકાંઠા જીલ્લાના વધુમાં વધુ યુવાનો માં ભોમની રક્ષા માટે વિવિધ ફોર્સમાં જોડાય તે માટે આહવાન કર્યું હતું.’

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!