એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : પી.એસ.આઇ. લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

દારૂના કેસમાં લક્ઝરી બસના માલિકનું નામ ન લખવા પી.એસ.આઇ. એ રૂ. 5,00,000 ની માંગણી કરી

 

એક તરફ લઠ્ઠાકાંડ થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ પોલીસ હજુ જાણે સુધરવાનું નામ ન લેતી હોય તે પ્રકારની સ્થિતિ દેખાઇ રહી છે.

પૂણા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા જયદીપસિંહ રાજપૂતે લક્ઝરી બસમાં દારૂ ઝડપાતાં રૂ. 5,00,000 નો તોડ કરવાનો પ્રયાસ કરતાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયા છે.

છેલ્લે રૂ. 3,00,000 ની લાંચ નક્કી થયા બાદ રૂ. 1,70,000 લઇ લીધા હતા અને વધુ રૂ. 1,30,000 લેતાં મંગળવારે પી.એસ.આઇ. રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ સાથે લાંચની રકમ સ્વીકારનાર એક ખાનગી વ્યક્તિને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, પૂણા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો હતો. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપીને ટ્રાવેલ્સના માલિક વિશે માહિતી મેળવી હતી.

 

લક્ઝરી બસના માલિકનો સંપર્ક થતાં તેમણે આ કેસમાં તેમનું નામ ન લખવા માટેના રૂ. 5,00,000 ની માંગણી કરી હતી. ટ્રાવેલ્સના માલિકે રૂ. 3,00,000 આપવાનું નક્કી થયું હતું. ટ્રાવેલ્સના માલિક દ્વારા ગઇકાલે રૂ. 1,70,000 પી.એસ.આઇ.ને પહોંચાડયા હતા.
આ રૂપિયા પી.એસ.આઇ. જયદીપસિંહ રાજપૂતના ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ ઉર્ફે જીવાએ સ્વીકાર્યાં હતા. પી.એસ.આઇ. દ્વારા વધુ રૂ. 1,30,000 માંગતા ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી.

 

પૂણા પોલીસ સ્ટેશનની સામે જાહેર રોડ ઉપર જ એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને રૂપિયા લેવા આવેલા જયદીપસિંહના ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન અબ્દુલ રહીમ સૈયદ પહોંચતાં એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી પાડયો હતો. એન્ટી કરપ્શન બ્યુરોએ પૂરાવાના આધારે બંને આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!