દાંતાના પુથાપુર પાટીયા નજીક મંગળવારે મોડી રાત્રે ટ્રેક્ટર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરનું ચેમ્બર તુટી ગયું હતું અને ડીવાઇડરમાં ટ્રેક્ટરનું ટાયર ચઢી જતાં ફસાઇ ગયું હતું. જ્યારે જીપના આગળનો ભાગ ભૂક્કો થઇ ગયો હતો.
[google_ad]
આ અંગેની વિગત એવી છે કે, દાંતાના પુથાપુર પાટીયા નજીક મંગળવારે મોડી રાત્રે ટ્રેક્ટર નં. GJ-7-AA-5798 અને જીપ સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરનું ચેમ્બર તુટી જતાં વ્યાપક નુકશાન થયું હતું અને ડીવાઇડરમાં ટ્રેક્ટરનું ટાયર ચઢી જતાં ફસાઇ જવા પામ્યું હતું. જ્યારે જીપના આગળનો ભાગ ભૂક્કો બોલી ગયો હતો. જ્યારે અકસ્માતમાં મોટી જાનહાની ટળી હતી.
[google_ad]
From-Banaskantha update