દિયોદરની લુદરા ગામની કેનાલમાં યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવતાં ચકચાર

Share

દિયોદર તાલુકાના લુદરા ગામની કેનાલમાં ગુરૂવારે યુવકે અગમ્ય કારણોસર ઝંપલાવતાં ચકચાર મચી ગઇ હતી. જેમાં કેનાલ નજીક કોઇ અજાણ્યા શખ્સનું બાઇક મળી આવતાં લોકોમાં અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. જ્યારે તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરાઇ છે. આ અંગે દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દિયોદર તાલુકાના લુદરા ગામનો યુવક ગુરૂવારે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. જેમાં કેનાલ નજીક કોઇ અજાણ્યા શખ્સનું બાઇક મળી આવતાં શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે. અજાણ્યા શખ્સનું બાઇક નં. જીજે-8-એ-8842 કેનાલ નજીકથી મળી આવ્યું હતું. જ્યારે આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

[google_ad]

Advt

જ્યારે યુવક ક્યા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું તેને લઇ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. યુવકને કેનાલમાં આ પગલું કેમ ભરવું પડ્યું તેને લઇ અનેક શંકા-કુશંકાઓ સેવાઇ રહી છે. જ્યારે સ્થાનિક લોકોએ યુવક ડૂબ્યા હોવાની જાણ તરવૈયાઓને કરતાં તેઓની ટીમ તાત્કાલીક દોડી આવી યુવકની શોધખોળ હાથ ધરી છે. આ અંગે દિયોદર પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share