પાલનપુરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ

- Advertisement -
Share

પાલનપુરમાં કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને શનિવારે જીલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં પંડીત દિનદયાળ ગ્રાહક ભંડારની દુકાનોના સ્થળ બદલવા માટે દરખાસ્ત રજૂ કરાઇ હતી. જેમાં ડીસા તાલુકાના પાલડી ગામે વ્યાજબી ભાવની દુકાન ન હોઇ રામવાસ વ્યાજબી ભાવની દુકાને જવું પડતું હતું.

[google_ad]

 

જે અંતર વધારે હોવાથી પાલડી ગામે બ્રાન્ચ એફ.પી.એસ. મંજૂર કરાઇ હતી. ગ્રાહક ભંડારની દુકાનોને 100 ટકા ઇ.એેફ.પી.એસ. કરવા, ગ્રામ્ય/તાલુકા/ જીલ્લાકક્ષાની તકેદારી સમિતિની રચના અને બેઠક મળવા અંગે અન્ન સલામતિ જથ્થાના કેસો અને ગ્રાહક સુરક્ષા મંડળોના કેસોની સમીક્ષા કરાઇ હતી.

[google_ad]

 

બેઠકમાં પુરવઠા વિષયક કામગીરીની ચર્ચા દરમિયાન જીલ્લા પુરવઠા અધિકારી એસ. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, ‘બનાસકાંઠા જીલ્લામાં જૂન-2021 દરમિયાન 129 – એફ.પી.એસ. અને 2-પરવાનાની તપાસણી કરાઇ હતી. આ મહિનામાં 40 કેસોનો નિકાલ કરાયો છે. જેમાં રૂ. 11,20,000નું બાયોડીઝલ જેવું ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો સીઝ કરાયો હતો.

[google_ad]

 

જ્યારે 20 પરવાના મોકૂફ કરવામાં આવ્યા છે. અન્નપૂર્ણા યોજના હેઠળ જીલ્લામાં જૂન-2021ના મહિનામાં 18 લાભાર્થીઓને લાભ અપાયો છે. ભૂખમરો અને કૂપોષણથી રક્ષણ આપવા માટે અન્ન બ્રહ્મ યોજનામાં 82 જરૂરીયાતમંદ લાભાર્થીઓને લાભ અપાયો છે. બનાસકાંઠા જીલ્લામાં કુલ-1024 વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકો સુધી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.’

[google_ad]

 

આ બેઠકમાં ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, નથાભાઇ પટેલ, કાંતિભાઇ ખરાડી, મહેશભાઇ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખરે, સમિતિના સભ્યો સર્વે, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, ગણપતભાઇ રાજગોર અને કેશરસિંહ પરમાર સહીતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!