બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે મોટાભાગના શહેરોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવી રહ્યો છે.
ડીસા, પાલનપુર, ધાનેરા, દિયોદર, થરાદ સહિત તમામ શહેરોમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સ્વેચ્છાએ સંપૂર્ણ બંધ રાખવામા આવ્યું છે જેથી આજે સવારથી તમામ ધંધા-રોજગાર બંધ રાખી વેપારીઓ અને શહેરીજનો આ બંધને સમર્થન આપી રહ્યા છે.
આજે સવારથી જીવન જરૂરિયાતની ચીજો સિવાય તમામ ધંધા રોજગાર, દુકાનો, લારી, ગલ્લાઓ પણ બંધ રાખ્યા હતા. 5 દિવસ સુધી સંપૂર્ણ સ્વેચ્છાએ લોકડાઉન કરતા કોરોનાની ચેનને તોડી શકાશે.
સાથે સાથે આરોગ્ય વિભાગ અને તંત્ર પણ લોકોને વારંવાર અપીલ કરી રહ્યું છે કે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફરજિયાત માસ્ક પહેરે અને અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળે છે જેથી બીજી લહેરમાં આવેલા ઘાતક કોરોનાની અસરને આગળ વધતી અટકાવી શકાય.
From – Banaskantha Update