ડીસામાં નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ મુતરડીમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત

- Advertisement -
Share

ડીસા નગરપાલિકા દ્વારા ચંદ્રલોક રોડ ઉપર મુતરડી બનાવવામાં આવી છે પરંતુ પાલિકા તંત્ર ની નિષ્કાળજી ના લીધે નિયમિત સાફ સફાઇ ન થતાં અસહ્ય દુર્ગંધ મારતાં સ્થાનિક વેપારીઓ સહિત રાહદારીઓ પરેશાન થઈ રહ્યાં છે.

પ્રતીકાત્મક તસવીર

ડીસા શહેરના ચંદ્રલોક સોસાયટી થી લાયન્સ હોલ સુધી ના મુખ્ય રસ્તા પર દિવસભર હજારો લોકો અવરજવર કરતાં હતાં પરંતુ જાહેર મુતરડીના અભાવે લોકો પરેશાની ભોગવતા હતાં. જો કે, ડીસા નગરપાલિકા દ્વારા બે મહિના અગાઉ જ લાયન્સ હોલ ની સામે અને શાકમાર્કેટ ની બહાર મુતરડી બનાવવામાં આવી છે. દિવસભર લોકોથી ધમધમતા આ રસ્તા પર મુતરડીની યોગ્ય સાફ સફાઇ કરવામાં ન આવતાં ગંદકી થી ખદબદી રહી છે. આ ઉપરાંત કામ પણ ગુણવત્તા વગર નું થયેલું હોઇ તુટવા લાગતા લોકો કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.

 

પ્રતીકાત્મક તસવીર

 

આ અંગે સ્થાનિક દુકાનદાર પરેશભાઇ ચાવડા એ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા મુતરડીની સુવિધા ઉભી કરવામાં આવી છે તે આવકારદાયક છે પરંતુ તેની યોગ્ય સાફ સફાઇ ન થતાં અસહ્ય દુર્ગંધ ફેલાયેલી છે તેમજ મુતરડી નું કામ પણ યોગ્ય રીતે થયેલ ન હોવાથી ઠેરઠેર તુટવા લાગી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!