ડીસા બાદ પાલનપુરમાંથી પણ રેડમેસીવીર ઇન્જેક્શનનું કાળા બજાર ઝડપાયું

- Advertisement -
Share

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણનો ફેલાવો વધુ થતાં કોરોના પોઝિટિવ કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં કોરોના કેસમાં હર રોજ વધારો આવતાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળતી નથી જેથી અનેક સેવાભાવી લોકોએ તેમજ જિલ્લા કાલેક્ટ દ્વારા કોવિડ કેર સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જેથી કરીને દર્દીઓને અને સગાઓને રાજળપાટ ન કરવુ પડે.

 

 

 

તેવી સ્થિતિમાં હાલ બનાસકાંઠા જિલ્લામાં દાખલ થયેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ક્યાંક ઓક્સિજન અને મોટા ભાગે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. ત્યારે અમુક નરાધમ લોકો આવા કોરોનાના કપરા કાળમાં કાળા બઝારી ચલાવી રહ્યા છે.

 

 

 

ગઈ કાલે જ બનાસકાંઠાના ડીસામાંથી કોરોના મહામારીમાં રેડમેસીવીરની અછત વચ્ચે 2 રેમડીસીવર ઇન્જેક્શન સાથે 8 ઈસમો ઝડપાયા. માનવતાને નેવે મૂકી આવી કાળા બઝારી કરતા નરાધમો લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઊંચા ભાવે રેમ્ડેસીવીર વેચી રહ્યા છે. ત્યારે આજે એસઓજીએ બાતમીને આધારે પાલનપુરના માનસરોવર નજીક કોઈ પણ જાતની મંજુરી લીધા વગરનું એક રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યું.

 

 

 

કોરોના મહામારી વચ્ચે ઇન્જેક્સનની અછત વચ્ચે આ શખ્સ કરતો હતો ઇન્જેક્સનની કાળા બઝારી. એસ.ઓ.જીએ બાતમીને આધારે પાલનપુર હાઉશિંગ બોર્ડના સદામહુસેન રજાબભાઈ રહુમાને રેડમેસીવીર સાથે ઝડપી હાથ ધરી કાર્યવાહી.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!