ડીસામાં પોલીસ પરિવારની મહીલાઓએ પોલીસના ગ્રેડ પેની માંગણીઓ મુદ્દે નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું

Share

ગુજરાતમાં પોલીસ દ્વારા ગ્રેડ પે મામલે આંદોલન છેડવામાં આવ્યું છે અને આ આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ત્યારે બુધવારે ડીસામાં પોલીસ પરિવારની મહીલાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાઇ હતી અને ડીસા પોલીસ લાઇનથી થાળી વગાડી વિરોધ સ્વરૂપે રેલી યોજીને નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી

[google_ad]

અને સરકાર દ્વારા પોલીસને ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરી હતી. મહીલાઓની સાથે સાથે કરણી સેના અને ગોપાલ સેના પણ જોડાઇ હતી અને તેમણે પર પોલીસને ગ્રેડ પે મળે તેવી માંગ કરી હતી.

 

[google_ad]

ગુજરાતમાં પોલીસના ગ્રેડ પેનો મામલો દિવસેને દિવસે જલદ બનતો જઇ રહ્યો છે. ડીસામાં બુધવારે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યો પણ આ આંદોલનમાં જોડાઇ ગયા હતા. ડીસા શહેરમાં આવેલી પોલીસ લાઇનથી પોલીસ કર્મીઓના પરિવારના સભ્યોએ પણ રેલી સ્વરૂપે નીકળ્યા હતા.

[google_ad]

 

વાસણો વગાડતી નીકળેલી આ રેલીમાં પોલીસ કર્મીઓની પત્ની અને બાળકો જોડાયા હતા અને ડીસા પોલીસ લાઇનથી રેલી સ્વરૂપે નીકળીને નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને ધરણાં પર ઉતરી ગઇ હતી અને ત્યારબાદ આ અંગે સરકારના પ્રતિનિધી નાયબ કલેક્ટર સમક્ષ ગ્રેડ પે બાબતે રજૂઆત કરી હતી.

 

From – Banaskantha Update


Share