દાંતીવાડા ડેમનું પાણી પહોંચાડવા રૂ. 22 કરોડનો પ્રોજેક્ટ ટ્રાયલ સફળ : સિપુ આધારીત 132 ગામમાં દાંતીવાડા ડેમનું પાણી અપાશે

Share

દાંતીવાડા ડેમનુ પાણી સિપુ વોટર પ્લાન્ટ સુધી પહોંચતાં ગ્રામ્યજનોમાં આનંદ ફેલાયો છે. આ વર્ષે ઓછા વરસાદના કારણે એક ટીપું નવું પાણી સીપુ ડેમમાં ન આવતાં સીપુ આધારિત પાણી મેળવતાં ગામડા તેમજ શહેરોમાં ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવતું હતું. પરંતુ હવે રૂ. 22 કરોડના ખર્ચે દાંતીવાડાથી સીપુ સુધી નાંખવામાં આવેલી પાઇપલાઇનના કારણે પાણીની સમસ્યા દૂર થશે. ત્રણ દિવસ બાદ પાણી પુરવઠો ચાલુ કરવામાં આવશે. જેને લઈ લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.

[google_ad]

ચાલુ વર્ષે ઉપરવાસમાં તેમજ સ્થાનિક વિસ્તારમાં નહીવત વરસાદ વરસતાં સિપુ ડેમમાં ટીંપુય નવું પાણી ન નોધાતાં સિપુ ડેમમાંથી સિચાઈનુ પાણી તો બંધ જ હતું સાથે જ નરભેનાથ વિસ્તાર પાસે પીવાના પાણીનો આરક્ષિત જથ્થો પણ ખલાસ થતાં સિપુડેમ ડેમ આધારિત ધાનેરા શહેર, ધાનેરા તાલુકા તેમજ દાંતીવાડા તાલુકાના ગામમાં પીવાના પાણીનો સપ્લાય બંધ થતાં પંથકમાં પીવાના પાણીની અછત સર્જાઈ હતી.

[google_ad]

advt

 

સિપુ ડેમમાં પીવાના પાણીનો જથ્થો નહીવત હોવાથી તંત્ર દ્વારા આગોતરા જ સિપુ આધારિત ધાનેરા, દાંતીવાડા સહીત ડીસા તાલુકાના કેટલાક ગામો મળી કુલ 132 જેટલાં ગામમાં પીવાના પાણીની અછત ન સર્જાય તેમજ સમસ્યા દૂર કરવા માટે ગુજરાત સરકાર અને પાણી પુરવઠા દ્વારા તાત્કાલીક ધોરણે દાંતીવાડા ડેમમાંથી પાંથાવાડામાં આવેલ સિપુ ઈન્ટેક સુધી રૂ. 22 કરોડના ખર્ચથી 21 કિ.મી. લાંબી પાઈપલાઈન નાખવાની કામગીરી હાથ ધરી હતી.

[google_ad]

 

 

તેમાં દિવસ રાત કામગીરી કરી એક જ માસમાં કામ પૂર્ણ કરી સોમવારે રાત્રે પાણી પુરવઠા દ્વારા પાઈપ લાઈનનો ટ્રાયલ કરી દાંતીવાડા ડેમમાંથી પાંથાવાડામાં આવેલા સિપુ ઈન્ટેકમાં નાખતાં કર્મચારીઓ તેમજ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

[google_ad]

 

 

પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાણીના પ્રોજેક્ટનું સફળ ટ્રાયલ થતાં હવે ટૂંક સમયમાં જ સમયસર પાણીનો સપ્લાય દૂર કરવામાં આવશે. આ અંગે રમેશભાઈ ધાડીયા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં હવે લોકોને પીવાના પાણીની સમસ્યા માંથી હાશકારો મળશે. જીલ્લા પંચાયત સદસ્ય સવસીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘સરકારે ખૂબ ટૂંકા ગાળામાં આ કામગીરી કરી છે.’ ચાલુ ચોમાસામાં ઓછા વરસાદને લઈ નહીવત આવકને લઈ આ પંથકમાં પીવાના પાણીની અછત સર્જાઈ હતી.

From – Banaskantha Update


Share