ડીસામાં પે ગ્રેડ મામલે ગોપાલ સેના રબારી સમાજના કાર્યકરોએ હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો

Share

ગુજરાત પોલીસ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઇ રાજ્ય વ્યાપી મહા આંદોલન છેડવામાં આવ્યું છે અને રાજ્યની જનતાને પણ સમર્થન આપવાની અપિલ કરવામાં આવી છે. ત્યારે બુધવારે ડીસામાં ગોપાલ સેના રબારી સમાજે સમર્થન આપ્યું હતું અને ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ સરોવર રેસ્ટોરન્ટ સામે ટાયરો સળગાવી ચક્કાજામ કરતાં બે થી ત્રણ કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાયો હતો અને હજારો વાહનો અટવાઇ ગયા હતા.

[google_ad]

ગુજરાત પોલીસ દ્વારા પે ગ્રેડ મામલે મહા આંદોલન છેડવામાં આવ્યું છે. આ રાજ્ય વ્યાપી આંદોલનને લઇ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જાેવા મળી રહ્યા છે. ગુજરાતમાં અલગ-અલગ સ્થળો પર અલગ-અલગ સંગઠનો આ મહા આંદોલનને સમર્થન આપી રહ્યા છે. રાજ્યમાં આ આંદોલનની સમર્થનમાં લોકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે.

[google_ad]

 

ત્યારે વિવિધ સંગઠનોની સાથે હવે ગુજરાતમાં આ આંદોલનમાં ગોપાલ સેના રબારી સમાજ પણ જોડાઇ છે અને ગોપાલ સેના રબારી સમાજ દ્વારા ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ સરોવર રેસ્ટોરન્ટ સામે બુધવારે નેશનલ હાઇવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યું હતું. લગભગ એક કલાક સુધી ચક્કાજામ રાખતાં બે થી ત્રણ કિલોમીટર સુધી ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો.

[google_ad]

ગોપાલ સેના રબારી સમાજ દ્વારા ડીસામાં મહા આંદોલનના સમર્થનમાં ચક્કાજામ કરતાં ત્રણેક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઇ હતી. ગોપાલ સેના રબારી સમાજ દ્વારા આ આંદોલનને સમર્થન આપવા માટે અન્ય લોકોને પણ અપિલ કરવામાં આવી છે. ગોપાલ સેના દ્વારા ટાયરો સળગાવી ચક્કાજામ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ગોપાલ સેનાના કાર્યકરોને વિરોધ કરતાં રોકાવી અટકાયત કરી ટ્રાફીકજામ દૂર કર્યું હતું.

 

From – Banaskantha Update


Share