ડીસામાં ગોપાલ સેના રબારી સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Share

ડીસામાં અલગ-અલગ સંગઠનો દ્વારા પોલીસના સમર્થનમાં આગળ આવી સરકાર સામે વિરોધ કરી અને આવેદનપત્ર આપી પોલીસની માંગણીઓ સરકાર તાત્કાલીક ધોરણે પુરી કરે તે માંગ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે ગોપાલ સેના રબારી સમાજ દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે.

[google_ad]

 

સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ગ્રેડ પે અને અનેક માંગણીઓ પુરી કરવા સમગ્ર ગુજરાતમાં મહા આંદોલન ચાલી રહ્યું છે અને આ મહા આંદોલનમાં અલગ-અલગ સંગઠનો દ્વારા સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. તો ક્યાંક ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક આવેદનપત્ર આપી સરકારને પોલીસની માંગો પુરી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે.

[google_ad]

 

ત્યારે બુધવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં ગોપાલ સેના રબારી સમાજ દ્વારા પોલીસના સમર્થનમાં આગળ આવી ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલીસની માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી અને જો આ માંગણીઓ સરકાર દ્વારા પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગોપાલ સેના રબારી સમાજ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

 

From – Banaskantha Update


Share