ડીસાના નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરનું નાળુ બંધ થતાં ગટરના પાણી હાઇવે પર ફરી વળતાં વાહનચાલકોમાં આક્રોશ ભભૂક્યો

Share

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન આજુબાજુની સોસાયટીના ગટરના પાણીના નિકાલનું નાળુ બંધ કરી દેતાં પાણી હાઇવે પર ભરાઇ જતાં મસમોટા ખાડા પડી ગયા છે. જેથી ડીસામાં નેશનલ હાઇવે ઓથોરીટીની બેદરકારીનો ભોગ ડીસા હાઇવે પરની 10 થી વધુ સોસાયટીના રહીશો બની રહ્યા છે.

[google_ad]

 

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ એ.પી.એમ.સી. સામેની પ્રજાપતિનગર, ધરતી રેસીડેન્સી, હર્ષ પાર્ક, ક્રિષ્ના રો-હાઉસ, જાેખમનગર, શાંતિનગર અને સુખદેવનગર સહીતની 10 થી વધુ સોસાયટીના પાણીના નિકાલ માટે હાઇવે પર નાળુ બનાવેલ હતું પરંતુ ડીસામાં ઓવરબ્રિજની કામગીરી દરમિયાન નાળુ બંધ કરી દેતાં ગટરનું ગંદુ પાણી હાઇવે પર ફરી વળતાં મસમોટા ખાડા પડી ગયા છે.

[google_ad]

 

જેથી સ્થાનિક સોસાયટીના રહીશો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જેથી ડીસાની શ્રીનગર સોસાયટીમાં રહેતાં અને સામાજીક કાર્યકર પ્રભાતભાઇ દેસાઇ દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી, ડીસાના ધારાસભ્ય શશીકાન્તભાઇ પંડ્યા, ડીસા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને લેખિત રજૂઆત કરાઇ છે.

[google_ad]

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ભરાઇને પડ્યું રહેતાં અસહ્ય દુર્ગંધ અને મચ્છરનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની ભીતી સેવાઇ રહી છે.

[google_ad]

 

નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર ભરાતાં પાણીથી મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી અજાણ્યા નાના વાહનચાલકો ખાડામાં પડવાથી નાની-મોટી ઇજાઓ થાય છે. આથી ઝડપથી સમસ્યા હલ કરવી જાેઇએ તેમ સામાજીક કાર્યકર પ્રભાતભાઇ દેસાઇએ જણાવ્યું હતું.

 

From – Banaskantha Update


Share