ડીસાના ભોયણ નજીક કાર ટ્રકમાં ઘૂસતાં એક યુવક ઘવાયો : ડીસાના જાણીતા વકીલનો આબાદ બચાવ

Share

ડીસા પાલનપુર હાઇવે પર આવેલા ભોયણ નજીક હાઇવે ઓથોરીટી દ્વારા રાખવામાં આવેલો ડીવાઇડર ખતરનાક સાબિત થઈ રહ્યો છે.

[google_ad]

આ ડીવાઇડરના લીધે વારંવાર અકસ્માતો સર્જાઇ રહ્યા છે. પંદર દિવસ અગાઉ આ સ્થળ પર સર્જાયેલા ગોઝારા ત્રિપલ અકસ્માતમાં ચાર લોકોના કરૂણ મોત નિપજ્યાં હતા.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના જાણીતા ધારાશાસ્ત્રી ગંગારામભાઈ પોપટની ગાડીનો થયો છે. ગંગારામભાઈ પોપટ પાલનપુર કોર્ટમાંથી પરત ડીસા આવી રહ્યા હતા.

[google_ad]

ત્યારે ભોયણ નજીક ડીવાઇડર પાસે મૂકવામાં આવેલા ડીવાઇડર નજીક આગળ જતી ટ્રકને ગંગારામભાઈ પોપટની ગાડી અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

 

[google_ad]

આ અકસ્માતમાં ગાડીમાં સવાર ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટી અરવિંદભાઈ શાહને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી.

[google_ad]

 

 

અને ગંગારામભાઈ પોપટનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં ઘવાયેલ અરવિંદભાઈ શાહને ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 

From – Banaskantha Update


Share