કાંકરેજમાં રેતી ભરીને જતાં પાંચ ટ્રેલર શિહોરી પોલીસે ઝડપી પાડયા : રૂ. 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

Share

 

બનાસકાંઠા જીલ્લામાં કંબોઇ નજીકથી ફરી એકવાર પોલીસે રોયલ્ટી ભર્યાં વગર રેતીની તસ્કરી કરતાં પાંચ ટ્રેલર ઝડપી પાડયા છે. રેતી ભરેલા પાંચ ટ્રેલર સહીત અંદાજીત રૂ. 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેલર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છેે કે, કાંકરેજ તાલુકાના કંબોઇ નજીક બનાસ નદીમાંથી રોયલ્ટી ચોરી કરી રેતી ભરી જતાં પાંચ ટ્રેલર ઝડપાયા છે. શિહોરી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળેલા ટ્રેલર શંકાસ્પદ જણાતાં તેને થોભાવી તપાસ કરી હતી

[google_ad]

 

 

 

અને તપાસ દરમિયાન રોયલ્ટી ભર્યાં વગર કે કોઇ પણ પરવાનગી વગર નદીમાંથી રેતી ભરીને લઇ જતાં હોવાનું માલૂમ પડયું હતું. જેથી પોલીસે રોયલ્ટી ભર્યાં વગરના પાંચ ટ્રેલર સહીત કુલ રૂ. 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રેલર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share