સાનિયાએ વીડિયો શેર કર્યો જેમાં ફેન્સ શોએબ માલિકને બનેવી બનેવી કહેતાં નજરે પડયા

Share

ભારત અને પાકિસ્તાન ટી-20 મેચના પરિણામથી ભારતીય ફેન્સ નિરાશ થયા હોય પરંતુ આ મેચથી ઘણા એવા વીડિયો વાયરલ થયા છે. જેનાથી ફેન્સને ખુશ થવાનો અવસર મળી રહ્યો છે. એક એવો જ વીડિયો સોશિયલ મીડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડીયમમાં પહોંચેલાં કેટલાંક ફેન્સ શોએબ માલિકને બનેવી બનેવી કહેતા નજરે પડી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ વીડિયોને સાનિયા મિર્ઝાએ પણ શેર કર્યો છે. સાનિયા મિર્ઝાએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

[google_ad]

 

આ વીડિયો પર રીએક્ટ કરતાં એક ફેનનું કહેવું હતું કે, શોએબ મલિક વર્ષ 1999થી પાકિસ્તાન માટે રમી રહ્યો છે. સાનિયા મિર્ઝા અને શોએબ મલિકને જોઈને લાગે છે કે તેમની ઉંમર વધી રહી છે. તેણે જે અંદાજમાં બ્રાઉન્ડ્રી પર ડાઇવ લગાવીને ફિલ્ડિંગ કરી હતી. તે જોવું ખૂબ જ શાનદાર હતું. શોએબ મલિકે વર્ષ 1999 માં 17 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન માટે ડેબ્યૂ કર્યું હતું. આ પહેલી ઘટના નથી જ્યારે શોએબ મલિક સાથે એવી ઘટના બની છે. એશિયા કપ 2018 માં પણ શોએબ મલિક જ્યારે બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડિંગ કરી રહ્યો હતો તો ભારતીય ફેન્સ આ વાક્ય બોલી રહ્યા હતા.

[google_ad]

 

ફેન્સ બૂમો પાડી રહ્યા હતા કે ‘બનેવી એક વખત આ બાજુ જુઓ.’ શોએબ મલિકે પણ હસતાં ફેન્સને જોઈને હાથ હલાવ્યો હતો. સાનિયા મિર્ઝાએ ભારત-પાકિસ્તાન મેચની શરૂઆત થવા પહેલા એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે આ મેચ દરમિયાન સોશિયલ મીડીયાથી દૂર રહેશે. તેણે મેચ દરમિયાન થનારા ખરાબ માહોલથી બચવા માટે આ નિર્ણય લીધો હતો. મોટા ભાગે એમ થાય છે જ્યારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થાય છે.

[google_ad]

 

સાનિયા મિર્ઝાને બંને દેશના દર્શકોની ટ્રોલિંગ ઝીલવી પડે છે. શોએબ મલિક સિવાય મોહસિન અલી, જાહિર અબ્બાસ અને હસન અલી એવા પાકિસ્તાની ખેલાડી છે. જેમણે ભારતીય મહીલાઓ સાથે લગ્ન કર્યા છે. હસન અલીના ફોર્મને લઈને તેની પત્ની શામિયાને ટ્રોલ કરવામાં આવી હતી.

[google_ad]

 

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી હાઇવોલ્ટેજ મેચમાંથી આ વખતે એ વૉલ્ટેજ ગાયબ રહ્યો જે હંમેશાં ભારત પાકિસ્તાનની મેચમાં દેખાય છે. મેચમાં આ વખતે પાકિસ્તાને એકતરફી જીત મેળવી લીધી. આ પહેલી વખત છે જ્યારે પાકિસ્તાને ભારત વિરુદ્ધ ટી-20 વર્લ્ડ કપમાં મેચ જીતવામાં સફળતા મેળવી છે.

From – Banaskantha Update


Share