ડીસામાં AAPના કાર્યકરોએ પોલીસ કોન્સ્ટેબલની માંગ પુરી કરવા ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો

Share

ડીસામાં પોલીસ જવાનોના આંદોલનના સમર્થનમાં ડીસા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારની મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા નવા ઓવરબ્રિજના છેડે ટાયરો સળગાવી ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો.

 

 

 

[google_ad]

ગુજરાત પોલીસ દ્વારા તેમની માંગોને લઇ મહા આંદોલન છેડવામાં આવી રહ્યું છે. પોલીસ કોન્સ્ટેબલની જે માંગો છે તેને લઇને સમગ્ર ગુજરાતમાં લોકો સમર્થન આપી રહ્યા છે.

 

 

 

[google_ad]

ત્યારે તેમની માંગને પુરી કરવા માટે અલગ-અલગ સંગઠનો અને પાર્ટીઓ દ્વારા સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ડીસામાં પણ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ કોન્સ્ટેબલની માંગ પુરી કરવા માટે આગળ આવ્યું છે અને સરકાર સામે વિરોધ કરી રહ્યું છે.

 

 

 

[google_ad]

 

ત્યારે સોમવારની મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ડીસામાં નવો બનાવેલ ઓવરબ્રિજના છેડે ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો અને પોલીસ જવાનોના આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

 

 

 

[google_ad]

 

કલાકો સુધી ચક્કાજામ કરતાં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ પર મોડી રાત સુધી ટ્રાફીકજામના દૃશ્યો સર્જાયા હતા. આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી અને વોર્ડ નં.-4 ના સદસ્ય વિજયભાઇ દવે દ્વારા રોડ પર બેસી રામધૂન બોલાવવામાં આવી હતી.

 

 

 

[google_ad]

સોમવારની મોડી રાત્રે ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કરતાં પોલીસની ટીમ પર પહોંચી સળગાવેલા ટાયરો દૂર કરી ટ્રાફીકજામ ખુલ્લો કરાવ્યો હતો.

 

 

 

[google_ad]

 

From-Banaskantha update

 

 

 


Share