ડીસા પોલીસે કંસારી-શેરપુરા રોડ પરથી વિદેશી દારુ ભરેલું પીકઅપ ડાલું ઝડપી પાડ્યું : કુલ મુદ્દામાલ 6,20,700 જપ્ત કર્યો

Share

ડીસા તાલુકાના કંસારી-શેરપુરા રોડ ઉપરથી પીકઅપ ડાલામાં બટાકાની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ- 2064 સાથે કુલ કિં.રૂા. 6,20,700/-ના મુદ્દામાલ સાથે ડીસા રૂરલ પોલીસે એક ઇસમને પકડી પાડ્યો.

 

[google_ad]

આજ રોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ વહેલી સવારે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ હકિકત આધારે ડીસા તાલુકાના કંસારી-શેરપુરા રોડ ઉપરથી આરોપી (સુરેશભાઇ ગોરધનજી પરમાર (માળી) રહે.મોટી ઢાણી માલગઢ તા.ડીસા વાળાના કબ્જાના પીકઅપ ડાલું નં.GJ-27-TT-4240માંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂ/બિયરની કંપની સીલબંધ બોટલ તથા બિયરના ટીન નંગ-2064, કિ.રૂ.2,11,200/- તથા મોબાઇલ નંગ-01 કિ.રૂ.5,000/- તથા બટાકા નંગ-15 કિ.રૂ.4500/- તથા પીકઅપ ડાલું નં.GJ-27-TT-4240 કિ. રૂ.4,00,000/- એમ મળી કુલ કિ.રૂ.6,20,700/-નો મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી.

 

 

From – Banaskantha Update


Share