દાંતાના રસુલપુરામાં પાઇપ વડે યુવક પર સામાન્ય બોલાચાલીમાં અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં ચકચાર

Share

દાંતા તાલુકાના રસુલપુરામાં મંગળવારે સવારે યુવકને અજાણ્યા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જેમાં અજાણ્યા શખ્સોએ પાઇપ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે.

[google_ad]

જ્યારે શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થતાં સારવાર અર્થે દાંતા રેફરલમાં ખસેડાયો હતો. જ્યારે વધુ ગંભીર ઇજાઓ અને માથાના ભાગે ઇજાઓ પહોંચતાં પાલનપુર રીફર કરાયો હતો. આ અંગે દાંતા પોલીસને પરિવારજનોએ અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા અરજી આપી માંગ કરાઇ છે.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, દાંતા તાલુકાના રસુલપુરામાં મંગળવારે સવારે યુવકને અજાણ્યા શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઇ હતી. જો કે, અજાણ્યા શખ્સોએ યુવક પર પાઇપ વડે હુમલો કરતાં ચકચાર મચી ગઇ છે. જ્યારે શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થતાં સારવાર અર્થે દાંતા રેફરલમાં ખસેડાયો હતો.

[google_ad]

advt

જ્યારે તબિયત વધારે નાજુક હોવાથી પાલનપુર રીફર કરાયો હતો. પીડીત પરિવારજનોએ પોતાની વ્યથા પોલીસ મથકમાં રજૂ કરી હતી. આ અંગે દાંતા પોલીસ સ્ટેશનમાં પરિવારજનોએ અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા અરજી આપી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

From – Banaskantha Update


Share