ડીસામાં ગુજરાત પોલીસના પડતર પ્રશ્નોને લઇ મહાકાલ સેના દ્વારા પુલ નજીક ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો

Share

તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા તેમના પડતર પ્રશ્નોને લઈ રાજ્ય વ્યાપી મહા આંદોલન છેડવામાં આવ્યું છે. અને રાજ્યની જનતાને પણ સમર્થન આપવાની અપીલ કરવામાં આવી છે.

[google_ad]

ત્યારે મંગળવારે બનાસકાંઠા જીલ્લામાં મહાકાલ સેનાએ સમર્થન આપ્યું હતું. અને ડીસામાં બનાસ નદીના પુલ પાસે ચક્કા જામ કરતા 2 થી 3 કિલોમીટર સુધી ચક્કાજામ સર્જાયો હતો અને હજારો વાહનો અટવાઈ ગયા હતા.

[google_ad]

 

 

ગુજરાત પોલીસ દ્વારા પે ગ્રેડ મામલે મહાઆંદોલન છેડવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી આંદોલનને લઈ સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે.

[google_ad]

 

 

ગુજરાતમાં અલગ -અલગ સ્થળો પર અલગ-અલગ સંગઠનો આ મહાઆંદોલનને સમર્થન આપી રહ્યા છે. રાજયમાં આ આંદોલનના સમર્થનમાં લોકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે.

[google_ad]

ત્યારે વિવિધ સંગઠનોની સાથે હવે ગુજરાતમાં આ આંદોલનમાં મહાકાલ સેના પણ જોડાઈ છે અને મહાકાલ સેના દ્વારા પણ બનાસકાંઠા જીલ્લામાં ચક્કાજામનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. શરૂઆતમાં મહાકાલ સેના દ્વારા બનાસકાંઠા જીલ્લાના કાંકરેજમાં ચક્કાજામ કર્યા બાદ ડીસા શહેરના પ્રવેશ દ્વાર સમાન બનાસ નદીના બ્રિજ નજીક નેશનલ હાઇવે પર ગાડીઓ મૂકીને ચક્કાજામ કરવામાં આવ્યું હતું.

[google-ad]

 

લગભગ એક કલાક સુધી ચક્કાજામ રાખતા 2 થી 3 કિલોમીટર સુધી ભારે ટ્રાફીક સર્જાઈ ગયો હતો. મહાકાલ સેના દ્વારા ડીસા ખાતે મહાઆંદોલનના સમર્થનમાં ચક્કાજામ કરતાં ત્રણેક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. તે દમિયાન એક એમ્બ્યુલન્સ આ ચક્કાજામમાં ફસાઈ જતાં મહાકાલ સેનાના સૈનિકોએ તાત્કાલીક ટ્રાફીકમાં ફસાયેલી આ એમ્બ્યુલન્સને બહાર નિકાળવા માટેનો રસ્તો કરી આપીની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. મહાકાલ સેના દ્વારા આ આંદોલનને સમર્થન આપવા માટે અન્ય લોકોને પણ અપીલ કરવામાં આવી છે.

[google-ad]

 

ડીસામાં મહાકાલ સેના દ્વારા મંગળવારે પોલીસની સમર્થનમાં મહાઆંદોલનને સમર્થન આપવામાં આવતા ડીસામાં ભારે ટ્રાફીક જામ સર્જાયો હતો.

[google-ad]

advt

 

પરંતુ સમર્થનમાં આપવામાં આવેલા આ આંદોલન દરમિયાન જે રીતે મહાકાલ સેના દ્વારા આપત્કાલીન સેવા માનવામાં આવતી એમ્બ્યુલન્સની સેવાને સહી સલામત રીતે બહાર નિકાલી હતી તે દ્રશ્યો ખરેખર પ્રસંસનીય હતા. અને દેશમાં અલગ-અલગ સ્થળો પર જે આંદોલન ચાલી રહ્યા છે તે આંદોલનકારીઓએ પણ શીખ લેવી જરૂરી છે.

From – Banaskantha Update


Share