ઈકબાલગઢમાં ટ્રેકટર ચાલકનું રોટાવેટરમાં આવી જતાં મોત

Share

બનાસકાંઠા જીલ્લાના ઈકબાલગઢના એક ખેતરમાં કામ કરી રહેલાં એક યુવકનું ટ્રેકટરના રોટાવેટરમાં આવી જતાં મોત નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે. આશાસ્પદ યુવાનના મોતના પગલે પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

[google_ad]

આ અંગેની વિગત એવી છે કે, ઇકબાલગઢ પાસે આવેલ એક ફાર્મ હાઉસ પર જૈમિન અશોકભાઈ પટેલ પોતાના ખેતરમાં વાવણી માટે જમીનમાં રોટાવેટર દ્વારા ખેતીકામ કરી રહ્યા હતા. તે દરમિયાન રોટાવેટરમાં કંઇક આવી જતાં યુવક ટ્રેકટર પરથી નીચે ઉતરી રોટાવેટરમાં સાફ કરવા નીચે ઝૂકતા અચાનક તેના શરીરનું બેલેન્સ બગડતાં તેમનો પગ રોટાવેટરમાં ફસાઈ ગયો હતો. પગ ફસાઈને રોટવેટરમાં ખેચાઇ જતાં તેમનું આખું શરીર છુંદાઈ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

[google_ad]

advt

 

 

ખેતરમાં બનેલી ઘટનાના પગલે યુવકના પરિવારજનો ખેતરમાં દોડી આવ્યા હતા. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા. પરિવારના આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો. સવારમાં ઉમંગભેર ખેતરમાં ગયેલ દીકરો પરત ન ફરતા તેના માતા પિતાનું કરુણ રુદન કાળજા કંપાવનાર હતું.

 

From – Banaskantha Update


Share