મગરવાડામાં વિધાનસભાના અધ્યક્ષે માણિભદ્ર વીરના દર્શન કરી પૂજન કર્યું

Share

બનાસકાંઠા જીલ્લાના વડગામ તાલુકાના મગરવાડામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યે માણિભદ્ર વીર દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન અર્ચન કર્યાં હતા.

[google_ad]

 

અધ્યક્ષે સજોડે માણિભદ્ર વીર દાદાના દર્શન કરીને સૌના કલ્યાણ અને રક્ષણ માટે યજ્ઞમાં આહુતી આપી ધન્યતા અનુભવી હતી. મગરવાડા મંદિરના યતિ વિજયસોમજી મહારાજે આશિર્વાદ આપી યજ્ઞ કરાવ્યો હતો. અધ્યક્ષનું યતિ વિજયસોમજી મહારાજે યંત્ર આપી સન્માન કર્યું હતું.

[google_ad]

 

આ પ્રસંગે અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ‘આજે વદ પાંચમના પવિત્ર દિવસે મગરવાડામાં વિજયસોમજી મહારાજના સાનિધ્યમાં માણિભદ્ર વીર દાદાના દર્શન, પૂજન અને યજ્ઞમાં ઉપસ્થિત રહેવાનો લ્હાવો મળ્યો છે.

[google_ad]

 

ત્યારે ખૂબ જ ધન્યતા અનુભવું છું. માણિભદ્ર વીર દાદા સૌનું કલ્યાણ કરે અને સૌની રક્ષા કરે તે માટે યજ્ઞમાં આહુતી આપી પ્રાર્થના કરી છે. આજે સંકલ્પ કર્યો છે કે, સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ લાયસન્સ વગરના કતલખાનાઓ બંધ થાય તે માટે સરકાર કટીબધ્ધ બને અને પાંજળરાપોળ તેમજ ગૌશાળાના નિભાવ માટે પણ સબસીડી કાયમી આપવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.’

[google_ad]

 

 

આ પ્રસંગે અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યના પતિ ર્ડા. ભાવેશભાઇ આચાર્ય, તાલુકા પંચાયત પ્રમુખ પરથીભાઇ ગોળ, જીલ્લા પંચાયતના સભ્ય ફલજીભાઇ ચૌધરી, અગ્રણી સાગરભાઇ ચૌધરી અને ભરતભાઇ મોદી, મામલતદાર ડી. એમ. પરમાર, સર્કલ ઓફીસર હરેશભાઇ પ્રજાપતિ સહીત અધિકારીઓ, અગ્રણીઓ અને શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

From – Banaskantha Update


Share